તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનો ફરી શરૂ:સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી ચાલતી ડેઇલી-વિકલી ટ્રેનો શરૂ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • કોરોના સંક્રમણ વધતા બંધ કરાઇ હતી

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી ચાલતી ડેઇલી અને વિકલી ટ્રેનો કોરોના સંક્રમણ અને મુસાફરો ઘટતા બંધ કરાઇ હતી. કોરોના સંક્રમણ ઓછું થતા આ ટ્રેનો ફરી શરૂ કરાઈ છે. રાજ્યમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં વધતા સંક્રમણ અને મુસાફરોની ઘટતી સંખ્યાને ધ્યાને લઇ રેલવે તંત્ર દ્વારા ડેઇલી અને વિકલી ટ્રેનો રદ કરી હતી.

હાલ દિવસે દિવસે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. સાથે સાથે જનજીવન પૂર્વવત કરવા સરકાર નિયમોમાં છૂટછાટ આપી રહી છે. ત્યારે વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેનો ફરી શરૂ કરવાનું આયોજન કર્યું છે. આથી સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી ચાલતી સૌરાષ્ટ્ર મેઇલ મુંબાઇ તા.22-6-21થી અને ઓખાથી 24-6-21થી દરરોજ ફરીથી ચાલશે. જ્યારે વિકલી ટ્રેનો રાજકોટ-દિલ્હી ગુરૂવાર તા.24-6-21થી અને દિલ્હીથી રાજકોટ શુક્રવારે 25-6-21થી ચાલશે. જ્યારે હાપા - બિલાસપુર શનિવારે 26-6-21થી અને બિલાસપુર - હાપા સોમવારે 28-6-21થી ફરીથી ચાલશે. આમ રેલ્વે તંત્ર દ્વારા ટ્રેનો ફરીથી શરૂ કરતા મુસાફરોને ફરી ટ્રેન પ્રવાસનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...