તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:બાપ, દાદા વખતથી રહેતા હતા, હવે રસ્તા પર આવી ગયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર રહેતા લોકોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું

સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર ગેરકાયદે દબાણો હટાવવાની તંત્રએ કાર્યવાહી કરી હતી. આથી આ દબાણવાળી જગ્યામાં રહેતા લોકોએ કલેક્ટર કચેરીમાં રહેવાનું સ્થળ તૂટી ગયું હોવાથી રોડ પર આવી ગયા હોવાનું જણાવ્યું હતું. સરકારી યોજના મુજબ સો ચોરસવારના પ્લોટ ફાળવવા માગ કરી હતી.

સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર દબાણો કરાતા તંત્ર દ્વારા તાજેતરમાં દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આથી આ દબાણવાળી જગ્યાઓમાં રહેતા લોકો ઉધરેજિયા સુનીલ, હીરલબેન, અરૂનભાઇ સહિતનાઓએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ અમો બાપદાદાના સમયથી આ સ્થળે રહેતા હતા ગેરકાયદે મકાન પા઼ડી દીધેલ હોવાથી અમો અમારા બાળકો અને પરિવાર સાથે નોંધારા બની રસ્તા પર આવી ગયા છીએ.

આથી સરકારી યોજના મુંજબ અમોને રહેવા માટે સો ચોરસવારના પ્લોટ મળે તે માટે અરજી કરી હોવાથી અપાવવા માગ કરી હતી.અથવા સરકારી આવાસમાં પાણી તથા વિજળીની સુવિધા સાથે મકાન રહેવા માટે આપવામાં આવે તેવી માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...