તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:તમે જ્યાં બેસશો ત્યાં જ ગ્રાહક ખરીદી કરવા આવશે: પીઆઇ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લારી, પાથરણાવાળાને રિવરફ્રન્ટ પર બેસવા સમજાવ્યા
  • આજથી કોઇ ટ્રાફિકને અડચરરૂપ બનશે તો કાર્યવાહી થશે

સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તા પર પાથરણાવાળા અને લારીઓવાળા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પડાયુ છે. ત્યારે મંગળવારે સવારે પાલિકા અને પોલીસના અધિકારીઓએ બેઠક યોજતાં પાથરણાવાળા અને લારીવાળાઓ ઘરાકીનો પ્રશ્ન રજૂ કર્યો હતો. જેની સાથે પીઆઇએ તેઓ જયાં બેસશે ત્યાં ખરીદી કરવા ગ્રાહકો આવશે તેમ કહી બુધવારે જો કોઇ રસ્તા પર લારી સાથે ટ્રાફિકને અડચરૂપ બનશે તો કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

સુરેન્દ્રનગરના હાર્દસમા હેન્ડલૂમ ચોકથી ટાવર ચોક સુધીમાં પાથરણાવાળા અને શાકભાજીની લારીઓવાળાને કારણે ટ્રાફિક થતાં અધિક કલેકટરે જાહેરનામુ બહાર પાડી આ રોડ પર ઉભા રહેવા પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેના બદલે રીવરફ્રન્ટ રોડ પર બેસવા જણાવાયુ છે. ત્યારે પાથરણાવાળા અને લારીઓવાળાને જાહેરનામાની સમજ આપવા મંગળવારે ધ્રાંગધ્રાના ઉતારામાં બેઠક યોજાઇ હતી. જેમાં પીઆઇ એન.એસ.ચૌહાણ, ચીફ ઓફિસર સંજય પંડયા સહિતનાઓએ તેઓને આ નિર્ણય શહેરના હીતમાં હોવાનું કહ્યુ હતુ. સામે લારીવાળાઓએ રીવરફ્રન્ટ પર ઘરાકી ન રહેતી હોવાનુ બહાનુ ધર્યુ હતુ. જેના જવાબમાં પીઆઇ એન.એસ.ચૌહાણે કહ્યુ કે, તમે જયાં બેસશો ત્યાં ગ્રાહક આવશે. શરૂઆતમાં થોડા દિવસો અટપટુ લાગશે પરંતુ ત્યારબાદ આ રૂટીન થઇ જશે. પાથરણા અને લારીવાળાઓને ખસી જવા મંગળવારની સાંજની મુદત અપાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો