તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં નિરસતા:હળવદમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીના પ્રારંભે કાગડા ઉડ્યા, ઘઉં વેચવામાં ખેડૂતોમાં નિરસતા

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
હળવદમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીના પ્રારંભે કાગડા ઉડ્યા, ઘઉં વેચવામાં ખેડૂતોમાં નિરસતા - Divya Bhaskar
હળવદમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીના પ્રારંભે કાગડા ઉડ્યા, ઘઉં વેચવામાં ખેડૂતોમાં નિરસતા
 • આજે પાંચ ખેડૂતોને જાણ કરવા છતાં પણ ખેડૂતો આવ્યા નથી
 • ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે 4૦૦ જેટલા ખેડૂતો નોધાયા

હળવદમાં આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ ટેકાના ભાવે ઘઉંની ખરીદીના પ્રારંભે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે હળવદ પંથકના 4૦૦ જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આજે પ્રથમ દિવસે એકપણ ખેડૂત ઘઉં વેચવા હજુ સુધી ન આવતા ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં કાગડા ઉડ્યા હતા.

હળવદના ટીકર રોડ ઉપર આવેલ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉન ખાતે સરકારના ધારા ધોરણ મુજબ આજે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે. હળવદ પંથકના કુલ 4૦૦ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગઈકાલે ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે પાંચ જેટલા ખેડૂતોને મેસેજ મારફતે જાણ કરવામાં આવી હતી. પરંતુ આજે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થયા બાદ પ્રથમ દિવસે એકપણ ખેડૂત હજુ સુધી ઘઉં વેચવા માટે ડોકાયા ન હતા. તેથી ટેકાના ભાવે ઘઉં ખરીદીના પ્રથમ દિવસે જ સ્થળ ઉપર કાગડા ઉડ્યા હતા અને સ્ટાફ પણ નવરોધુપ જોવા મળ્યો હતો.

હળવદમાં આ વર્ષે 11120 હેકટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું

હળવદમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળતી વિગતો મુજબ આ વર્ષે 11120 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં 10 ટન જેટલું ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ટેકાના ભાવે ઘઉં વેચવામાં ખેડૂતોમાં નિરસતા..!

હળવદમાં 4૦૦ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં આજે પાંચ ખેડૂતોને જાણ કરવા છતાં પણ ખેડૂતો આવ્યા નથી. જેની પાછળનું એક એ પણ કારણ મનાઈ રહ્યું છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, ત્યારબાદ સેન્ટર પર ઘઉં આવ્યા બાદ ક્વોલિટી સારી ન હોય તો રિજેક્ટ થાય તો વળી પાછા લઈ જવા અને જો પાસ થાય તો દસથી પંદર દિવસે પેમેન્ટ આવે સાથે જ ગયા વર્ષે હેક્ટર દિઠ 120 મણની ખરીદી કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે માત્ર 70 મણ જ લેવામાં આવે છે. જેને કારણે ખેડૂતો ખુલ્લા બજારમાં 320થી 340સુધીમાં વેચાણ કરતા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો