તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવતી અમાસ:થાનગઢ તાલુકાના તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર અને ચોટીલા ઝરીયા મહાદેવ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનગઢ તાલુકાના તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર અને ચોટીલા ઝરીયા મહાદેવ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી - Divya Bhaskar
થાનગઢ તાલુકાના તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર અને ચોટીલા ઝરીયા મહાદેવ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી
  • આજે શ્રાવણ માસની સોમવતી અમાસના દિવસે કુંડમાં સ્નાન તેમજ દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર અને ચોટીલા ઝરીયા મહાદેવ ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તોએ સોમવતી અમાસના દિવસે કુંડમાં સ્નાન તેમજ દર્શર્ન કરી ધન્યતા અનુભવી હતી.

આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને સોમવારનો અનોખો સંયોગ હોય ભક્તો મહાદેવની ભક્તિમાં લીન બન્યા હતા. સુરેન્દ્રનગર જીલ્લાના તમામ શિવાલયો હર હર મહાદેવના ગગનભેદી નારાઓ સાથે ગુંજી ઉઠ્યા હતા. શિવભક્તો વહેલી સવારથી જ શિવાલયમાં જઇ શિવલીંગ પર દૂધ અને બિલીપત્ર ચઢાવી શિવભક્તિમાં અનોખી રીતે લીન બન્યા હતા. જીલ્લાના તમામ શિવાલયોને ભક્તજનો દ્વારા અનોખી રીતે શણગારવામાં આવ્યા હતા.

આજે શ્રાવણ માસની સોમવતી અમાસના દિવસે કુંડમાં સ્નાન તેમજ દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર અને ચોટીલા ઝરીયા મહાદેવ ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી. એ સિવાય ઝીંઝુવાડા રણમાં આવેલા ઝીલકેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તજનોની અનોખી ભીડ જોવા મળી હતી. જ્યારે પાટડીના પંચમૂખી મહાદેવ, જડેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, મશુરેશ્વર મહાદેવ અને વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં પણ વહેલી સવારથી જ દર્શનાર્થીઓ અને શ્રધ્ધાળુઓ ભગવાન શિવને શીશ ઝુકાવવા ઉમટી પડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...