પાણીની ચોરી:મૂળી વિસ્તારમાં નર્મદાની પાઈપલાઈનમાં પંક્ચર કરી પાણી ચોરી કરી રહેલા ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળી વિસ્તારમાં નર્મદાની પાઈપલાઈનમાં પંક્ચર કરી પાણી ચોરી કરી રહેલા ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ - Divya Bhaskar
મૂળી વિસ્તારમાં નર્મદાની પાઈપલાઈનમાં પંક્ચર કરી પાણી ચોરી કરી રહેલા ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
  • નર્મદાની પાઇપલાઇન ઉપર પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ-ચેકીંગ હાથ ધરાયું

મુળીના ખાટડી ગામની સીમમાંથી પસાર થતી નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇનમાં અમુક ઇસમો દ્વારા પાઇપલાઇનમાં પંક્ચર કરી તેમજ એર વાલ્વમાં ભંગાણ કરી સિંચાઇ માટે પાણી ચોરી કરવામાં આવતી હતી. જેને લઈ પોલીસે પાણી ચોરી કરતા ઇસમો વિરૂદ્વ મુળી પોલીસ સ્ટેશનમાં એક સાથે કુલ ચાર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે.

"જળ એ જ જીવન” તથા "પાણી વિના નહી વિકાસ” મંત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ હેઠળ રાજ્યના તમામ ગામોમાં નર્મદા નહેર, તથા પાઇપલાઇન દ્વારા પીવાનુ તથા સિંચાઇનુ પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ખાતે સરદાર સરોવર સિંચાઇ યોજના હેઠળ એશિયાનુ સૌથી મોટું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવેલુ છે. લખતરના ઢાંકીથી સુરેન્દ્રનગર, મુળી, ચોટીલા થઇ રાજકોટ સુધી તથા ઢાંકીથી ધ્રાંગધ્રા, હળવદ થઇ માળીયા સુધી અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા રાજકોટ, જામનગર, દેવભુમિ દ્વારકા, પોરબંદર, મોરબી જિલ્લાના કુલ-1200 ગામો તથા કુલ-21 મોટા શહેરોને પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભુમિ દ્વારકા, પોરબંદર, મોરબી જિલ્લામાં હાલના ઉનાળાના સમયમાં પીવાના પાણીની તંગી ન સર્જાય તે સારૂ સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ખાતે કાર્યરત પમ્પીંગ સ્ટેશનથી પાઇપલાઇન મારફતે પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. અમુક ઇસમો દ્વારા પોતાના ખેતર કે ખેતરની નજીકથી પસાર થતી પાણીની અંડરગ્રાઉન્ડ લાઇનમાં પંક્ચર કરી તથા એરવાલ્વમાં ભંગાણ કરી, સિંચાઇ તથા ઓધૌગીક હેતુ માટે પીવાના પાણીની ચોરી કરવામાં આવતી હોય, છેવાડાના વિસ્તારમાં પીવાનુ પાણી પહોચી શકતુ ન હોય જેથી ગ્રામજનો, આગેવાનો દ્વારા પાણી ચોરી અટકાવવા અંગે કાર્યવાહી કરવા સરકારમાં, પાણી પુરવઠા વિભાગમાં, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ એજન્સીને અરજી ફરીયાદો કરવામાં આવતી હોય છે.

આ અન્વ્યે પાણી પુરવઠા વિભાગ, તથા અન્ય એજન્સીઓ સાથે પોલીસ વિભાગ દ્વારા સતત સંકલન રાખી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા તથા મુળી પો.સ્ટે. માં સને-2020-2021-2022 માં પાણી ચોરીના કુલ-7 ગુનાઓ રજીસ્ટર કરી પાણી ચોરી કરતા કુલ-41 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ વડા હરેશ દુધાત દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદથી હંમેશા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુચારૂ જળવાઇ રહે અને આમ જનતાની પાયાની જરૂરીયાતો સંતોષાય તે માટેથી લાગતા વળગતા વિભાગો સાથે સતત સંકલન રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇનમાંથી કોઇ પણ ઇસમો દ્વારા પાણી ચોરી કરવામાં ન આવે તે સારૂ પોલીસ અધિક્ષક હરેશ દુધાત, એચ.પી.દોશી નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન, વી.વી.ત્રિવેદી પો.ઇન્સ. એસ.ઓ.જી. તથા એમ.ડી.ચૌધરી પો.ઇન્સ. એલ.સી.બી. તથા પો.સબ.ઇન્સ.મુળી પો.સ્ટે. તથા મામલતદાર મુળી, તલાટી, તથા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ એજન્સીના અધિકારીઓ એમ અલગ અલગ ટીમો દ્વારા મુળી તાલુકા વિસ્તારમાં આકસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે મુળી પો.સ્ટે.ના ખાટડી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા પીવાના પાણીની પાઇપલાઇનમાં અમુક ઇસમો દ્વારા પાઇપલાઇનમાં પંક્ચર કરી તથા એરવાલ્વમાં ભંગાણ કરી સિંચાઇ માટે પાણી ચોરી કરવામાં આવતી હોય, જે શોધી કાઢી પાણી ચોરી કરતા ઇસમો વિરૂધ્ધ મુળી પોલીસ સ્ટેશનમાં એક સાથે કુલ- ચાર ગુનાઓ રજીસ્ટર કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...