સુરેન્દ્રનગર બી-ડિવીઝન અને વઢવાણ પોલીસે પેટ્રોલિંગ સાથે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં 4 આરોપીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. જ્યારે વાડલા ગામના તળાવની પાળ પાસેથી મહિલાને દેશીદારૂ સાથે પકડી લીધી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી-વિદેશી દારૂની પ્રવૃતિને ડામવા પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે બી-ડિવીઝન પોલીસ ટીમે માનવમંદિર સામે જાહેર રોડ ઉપર અજયભાઈ મગનભાઈ ધોપાળ, સુરેન્દ્રનગર વિમલનાથ સોસાયટી પાસેથી જુવાનસિંહ ઉર્ફે સંજય સરનામસિંહ ઠાકોર, સુરેન્દ્રનગર રેલવેના પાટા પાસેથી અશ્વિનભાઈ જયરાજભાઇ અગોલાને દારૂ પીધેલા હાલતમાં પકડી પાડયા હતા.
વઢવાણ પોલીસ ટીમે વઢવાણ શહેરના રસ્તા પર આવેલી હોટલ પાસે પાવર હાઉસ સામેથી ઘનશ્યામભાઈ ઉર્ફે કનાભાઈ દલાભાઈ ઓગણીયાને દારૂ પીધેલી હાલતમાં તેમજ વાડલા ગામના તળાવની પાળ પાસેથી ભાવનાબેન વિક્રમભાઈ પનારાને રૂ. 300ની કિંમતના 15 લીટર દેશીદારૂ સાથે ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.