ગાબડુ:લખતર ભડવાણા માઇનોર કેનાલમાં ભંગાણ, 100 વીઘાના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર ભડવાણા માઇનોર કેનાલમાં ભંગાણ, 100 વીઘાના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ - Divya Bhaskar
લખતર ભડવાણા માઇનોર કેનાલમાં ભંગાણ, 100 વીઘાના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ
  • ખેડૂતોના ઊભા પાકનો સોંથ બોલી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યોh

સુરેન્દ્રનગરના લખતર ભડવાણા માઇનોર કેનાલમાં ભંગાણ થતાં 100 વીઘાના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ બની ગયા હતા. લખતરની ભડવાણા ડી.3 માઇનોર કેનાલમાં ભંગાણ થતા ખેડૂતોના ઊભા પાકનો સોંથ બોલી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની ભડવાણા ગામમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.ભડવાણા માઇનોર કેનાલમાં ભંગાણ થતાં 100 વીઘાના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ બની ગયા હતા. લખતરની ભડવાણા ડી.3 માઇનોર કેનાલમાં ભંગાણ થતા ખેડૂતોના ઊભા પાકનો સોંથ બોલી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

ભડવાણા મુંજારના માર્ગે આવેલી કેનાલમાં ભગાણ પડતા આજુબાજુના તમામ ખેતરો કેનાલના ચિક્કાર પાણીથી જળબંબાકાર બની ગયા હતા. કેનાલમ‍ાં પડેલા મસમોટા ગાબડાથી ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા હતા. લખતર પાસેની કેનાલમાં અવારનવાર મસમોટા ગાબડું પડતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે. ત્યારે લખતર પથંકની આ માઇનોર કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ સમાન નહીં પણ મુશ્કેલી સમાન બની હોવાથી આ પથંકના ખેડૂતોમાં રોસની લાગણી ફેલાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...