તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાય ખાબકી:ધ્રાંગધ્રાના વોર્ડ 4માં ખુલ્લી ગટરમાં ફરી ગાય ખાબકી, JCBથી રેસ્ક્યુ કરાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના વોર્ડ 4માં ખુલ્લી ગટરમાં ફરી ગાય ખાબકી,  JCBથી રેસ્ક્યુ કરાયું - Divya Bhaskar
ધ્રાંગધ્રાના વોર્ડ 4માં ખુલ્લી ગટરમાં ફરી ગાય ખાબકી, JCBથી રેસ્ક્યુ કરાયું
  • અવાર નવાર ખુલ્લી ગટરમાં પશુઓ ખાબકતાં જીવદયા પ્રેમીઓમાં રોષ

ધ્રાંગધ્રાના વોર્ડ 4માં ખુલ્લી ગટરમાં ફરી ગાય ખાબકવાની ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. અવાર નવાર ખુલ્લી ગટરમાં બાળકો, વૃદ્ધ અને ગાયો પડવાના બનાવ છતાં તંત્ર ધોર નિંદ્રાધીન હોવાથી શહેરીજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. તંત્ર દ્વારા કેમ આ ખુલ્લી ગટરને ઢાંકવામા આવતી નથી એવા અનેક સવાલો લોકોમાં ઉભા થવા પામ્યાં છે.

ખુલ્લી ગટરમાં ગાય ખાબકતાં પાલિકાનો સંપર્ક કરતાં તત્કાલ JCB મોકલીને ગાયને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સાથે પાલિકા એન્જિનિયરે જણાવ્યુ હતુ કે, આ ગટરનો સ્લેબ ટૂંક સમયમાં જ નાંખવાની કામગીરી શરૂ કરી દેવાશે. હવે જોવાનું એ રહેશે કે શું તંત્ર આ ગટરને ઢાંકશે કે પછી ફક્ત વાયદાઓ કરી કોઈ અનધટીત ઘટનાને દસ્તકની રાહ જુવે છે.

વધુમાં ધ્રાંગધ્રાના વોર્ડ 4માં ખુલ્લી ગટરમાં ફરી ગાય ખાબકવાની ઘટનાની સાથે બાજુમાં જ શાળા નં 7 અને આંગણવાડીના બાળકો અભ્યાસ કરે છે. ન જાણે જાનકીનાથને કાલ સવારે કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કોણ? આથી લાગતા વળગતા તંત્ર દ્વારા ધ્રાંગધ્રામાં ખુલ્લી ગટરોને તાકીદે ઢાંકવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાય એવી વ્યાપક માંગ ધ્રાંગધ્રાના શહેરીજનોએ ઉઠાવી છે. છતાં તંત્ર હજી કૂંભકર્ણની ઘોર નિંદ્રામાં પોંઢેલું જ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...