તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલવણ અકસ્માતમાં 7ના મોત:એક સાથે ભાઈ અને બહેન બંનેનો આખો પરિવાર ભસ્મીભૂત, માતાને તો આ કરુણાંતિકાની હજી જાણ પણ કરાઈ નથી

પાટડી11 દિવસ પહેલા
અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હૈયાફાટ રૂદન કરતા કનુભાઇ નાયી
  • ભાઈ-બહેનનો આખો પરિવાર પિતરાઈ ભાઈની ગાડી લઈને ખોડલધામ અને ચોટીલા દર્શને ગયો હતો
  • પતિરાઈએ હૈયાફાટ રૂદન સાથે કહ્યું, તેમની માતાને સાતેય ગાડીમાં ભડથું થયાની તેની ખબર નથી

આજે સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર પાટણ જિલ્લાના બે પરિવારો એક કારમાં સળગીને ભડથું થઈ ગયા હતા. ગમખ્વાર અકસ્માત બાદ કાર સળગી હતી. ભાઈ અને બહેનનો પરિવાર પિતરાઈ ભાઈની કાર લઈને સૌરાષ્ટ્રમાં ધાર્મિક દર્શને ગયો હતો. ગાડીનો માલિક અને હરેશભાઈના પિતરાઈ ભાઈ ઘટનાસ્થળે પહોંચીને દુઃખી થઈ ગયા હતા. જ્યારે તેમના અન્ય પિતરાઈ કનુભાઈએ હૈયાફાટ રૂદન કરીને હાજર સૌ કોઈની આંખોમાં અશ્રૃ લાવી દીધા હતા. તેમણે કહ્યું કે હરેશની માતાને સાતેય ગાડીમાં ભડથું થયાની ઘટનાની ખબર નથી. અકસ્માતમાં ભાઈ અને બહેનના આખેઆખા બે પરિવારના 7 સભ્યો બળીને ભડથું થઈ ગયા હતા.

પ્રવિણ અમૃતભાઇ નાયી ખેતરનું કામ હોવાથી પિતરાઈ સાથે ન જઈ શક્યા પરંતુ તેમની કાર હરેશભાઈને આપી હતી
પ્રવિણ અમૃતભાઇ નાયી ખેતરનું કામ હોવાથી પિતરાઈ સાથે ન જઈ શક્યા પરંતુ તેમની કાર હરેશભાઈને આપી હતી

અકસ્માતની જાણ થતાં અમે વારાહીથી દોડી આવ્યા: પ્રવિણ અમૃતભાઇ નાયી
પ્રવિણ અમૃતભાઇ નાયીએ જણાવ્યું હતું કે, બેસતા વર્ષે મારા કાકાનો દીકરો હરેશ ચતુરભાઇ નાયી મારી પાસે આવીને કીધું કે, હું અને મારા બનેવીનો પરિવાર ફરવા જઇએ છીએ તો તું તારી ગાડી લઇને અમારી સાથે ચાલ...પણ મેં કીધું કે, મારે ખેતરમાં કામ છે. હું નહીં આવી શકું પણ તમે મારી ગાડી લઇ જાવ. અને ગઇકાલે રાત્રે જ ખોડલધામથી હરેશનો ફોન મારી પર આવ્યો હતો કે, અમે જમીને રાત્રે નીકળીશુંને વહેલી સવારે વારાહી ઘરે પહોંચીને તારી ગાડી તારા ઘેર પહોંચાડી દઇશ. અને આજે આ ગાડીમાં સાતેય જણા જીવતા ભડથું થયાના સમાચાર મળતા અમે 15થી વધુ લોકો વારાહીથી ગાડી લઇને અહીં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માત બાદ કારમાં આગ લાગતા ભાઈ અને બહેનના પરિવારના 7 સભ્યો કારમાં ભડથું થઈ ગયા
અકસ્માત બાદ કારમાં આગ લાગતા ભાઈ અને બહેનના પરિવારના 7 સભ્યો કારમાં ભડથું થઈ ગયા

હરેશે છેલ્લો ફોન એની મમ્મી રાજીબેનને કર્યો હતો: કનુભાઇ નાયી
ખેરવા પાસે ચોંધાર આંસુએ રડતા મૃતક હરેશભાઇ નાયીના કાકાના દીકરા કનુભાઇ નાયીએ જણાવ્યું હતું કે, રાત્રે છેલ્લે હરેશે એની માતા રાજીબેન નાયીને ફોન કરીને કહ્યું હતું કે, અમે લોકો જમીને ચોટીલાથી નીકળ્યા છીએ. તમે લોકો જમીને સુઇ જજો અને સવાર સુધીમાં વારાહી પહોંચી જઇશું. અને આજે વહેલી સવારે ગાડીમાં સાતેય જણા જીવતા ભડથું થયાના વાવડ મળતાં અમે અહી ઘટના સ્થળે દોડી આવ્યા છીએ. હજી મૃતક હરેશની માતા રાજીબેનને તો આ ઘટનાની ખબર પણ નથી

(તસવીર અને અહેવાલ: મનીષ પારીક, પાટડી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો