તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:મોરબી નકલી રેમડેસીવિર ઇન્જેક્શન કૌભાંડના આરોપી રાહુલ કોટેચાની જામીન અરજી ફગાવતી કોર્ટ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબી નકલી રેમડેસીવિર ઇન્જેક્શન કૌભાંડના આરોપી રાહુલ કોટેચાની જામીન અરજી ફગાવતી કોર્ટ - Divya Bhaskar
મોરબી નકલી રેમડેસીવિર ઇન્જેક્શન કૌભાંડના આરોપી રાહુલ કોટેચાની જામીન અરજી ફગાવતી કોર્ટ
  • મોરબી પોલીસે 41 ઈન્જેક્શન પકડી રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો

કોરોના મહામારી ચરમસીમાએ હતી ત્યારે ગ્લુકોઝ અને મીઠાના મિશ્રણવાળા ડુપ્લીકેટ નકલી રેમડેસીવિર ઇન્જેક્શન વેચવાનો કાળો કારોબાર કરનાર ગેંગને ઝડપી લઈ મોરબી પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડને ખુલ્લું પડ્યું હતું. ત્યારે આ કાંડના પ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા નામદાર અદાલત સમક્ષ અરજી કરતા સરકારી વકીલની ધારદાર દલીલો બાદ આરોપીની જામીન અરજી નામદાર કોર્ટે ફગાવી દીધી છે.

કોરોના મહામારીની બીજી ઘાતક લહેર સમયે મોરબીમાં જીવન રક્ષક રેમડેસીવિર ઈન્જેક્શનના નામે મીઠું અને ગ્લુકોઝના મિશ્રણવાળા નકલી રેમડેસીવિર ઇન્જેક્શન રૂપિયા છ-છ હાજરમાં વેચી જનઆરોગ્ય સાથે ચેડાં કરનાર મોરબીના રાહુલ અશ્વિનભાઇ કોટેચા (રહે.ધુનડા રોડ) ને પોલીસે ડમી ગ્રાહક મોકલી 41 નંગ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા 1.80 લાખ સાથે ઝડપી લઈ રાજ્યવ્યાપી કૌભાંડ ખુલ્લું પાડી ડઝનથી વધુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા .

આ ચકચારી કૌભાંડમાં ઝડપાયેલા પ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા નામદાર અદાલત સમક્ષ અરજી કરતા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અદાલત સમક્ષ ધારદાર દલીલો કરી જનઆરોગ્ય સાથે ચેડાં કરનાર આરોપીને જામીન નહીં મંજુર કરવા જણાવતા નામદાર અદાલત દ્વારા આરોપીની જામીન અરજી મંજુર કરવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...