કોર્ટનો ચુકાદો:કેસની રકમ કરતા બમણી 40 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ અને 1 વર્ષની સજા

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૂળીના રામપરડામાં ગૌશાળાના નિભાવના નામે જમીન પેટે આપેલા ચેક રિટર્ન કેસનો ચુકાદો

મૂળીના રામપરડા ગામે રહેતા વસ્તુભાઇ આપભાઇ કરપડા પોતે સ્વામીનારાયણ સંપ્રદાયના હરીભકત હતા. આથી તેઓ લોયા સ્વામીનારાયણના ઉત્તમસ્વામીના પરિચયમાં હતા. તેમણે અમદાવાદ વેજલપુરમાં રહેતા અન્ય હરીભકત પિનલ પંડ્યાનો વસ્તુભાઇ કરપડા સાથે પરિચય કરાવ્યો હતો. દરમિયાન થોડા વર્ષો પહેલા સ્વામીનારાયણ મંદિરની ગૌશાળાના નિભાવ માટે જમીનની જરૂર હોવાની વાત વસ્તુભાઇને કરી હતી.

પોતે સેવાભાવી હોય મંદિરના નામે પોતાની 125 વીઘા જમીન ગાયોના નિભાવ માટે મંદિરને ભાડે આપી હતી. વર્ષે 1 વીઘાના રૂ.7.50 હજાર અને લાઇટ બિલના રૂ.65 હજાર અલગથી આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ 2 વર્ષ થવા છતાં ભાડાની રકમ ન ચૂંકવતા જમીન માલિકે પૈસાની ઉઘરાણી કરી હતી.

આથી પિનલ પંડ્યાએ પોતાના ખાતાનો રૂ.20 લાખનો તા.7-10-2019નો ચેક આપ્યો હતો. 10-10-19 ના રોજ અપૂરતા ભંડોળને કારણે પરત ફર્યો હતો. આથી પિનલના કહેવાથી તા.18-11-19 ના રોજ ફરીથી ચેક પોતાના ખાતામાં ભર્યો હતો. પરંતુ તે પણ પરત ફર્યો હતો.

આથી તેમણે રૂ.20 લાખનું વળતર મેળવવા માટે મૂળી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.આ કેસમાં ફરિયાદી તરફે રોકાયેલા વકીલ પદ્યુમનસિંહ બી.મકવાણાએ તમામ પુરાવાઓ રજૂ કરીને દલીલો કરી હતી. જેમાં ઉત્તમસ્વામીએ કોર્ટમાં એવી જુબાની આપી હતી કે અમે કોઇ આવી જમીન ભાડેથી રાખી નથી.

તમામ પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે રૂ.40 લાખનું વળતર અને આરોપીને 1 વર્ષની સજા ફટકારી હતી. આ રકમમાંથી રૂ.30 લાખ ફરિયાદી વસ્તુભાઇ કરપડાને ચૂકવવાની સાથે રૂ.10 લાખ સરકારમાં જમા કરવાવા આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...