કાર્યવાહી:આંખની સારવારની પૂરી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વીમા કંપનીએ 24 હજાર ચૂકવતાં ફરિયાદ

સુરેન્દ્રનગરના રહીશે મેડીકલેઇમ પોલીસી લીધા બાદ પત્નીની આંખની સારવાર કરાવી હતી. જેમાં વીમા કંપનીમાં રૂપિયા 36 હજારનો કલેઇમ કરાયો હતો. તેની સામે વીમા કંપનીએ રૂપિયા 24 હજાર જ મંજૂર કરતા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરાયો હતો. આ કેસ ચાલી જતા કોર્ટે વીમા કંપનીને બાકીના નાણા વ્યાજ સહિત ચૂકવવા હૂકમ કર્યો છે.

12 હજાર 7% વ્યાજ સાથે ચૂકવવા જણાવાયું
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ઉતારામાં રહેતા મુકેશભાઇ હીરાલાલ કોઠારીએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિકલેઇમ પોલીસી લીધી હતી. જેની અવધી દરમિયાન તા. 1-2-19ના રોજ તેમની પત્નીને આંખની તકલીફ થતા અમદાવાદ સારવાર કરાવી હતી. જેનો ખર્ચ રૂપિયા 36 હજાર થતા વીમા કંપનીમાં કલેઇમ કરાયો હતો. પરંતુ આ કલેઇમ સામે વીમા કંપનીએ માત્ર 24 હજાર જ ચૂકવતા મુકેશભાઇએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં નેશનલ ઇન્સ્યોરન્સ કંપની સુરેન્દ્રનગર અને એમ.ડી. ઇન્ડીયા હેલ્થકેર સર્વીસ પ્રા.લી., અમદાવાદ સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકિલ વી.એસ.જાનીએ દલીલો રજૂ કરી હતી. જેને ધ્યાને લઇ સુરેન્દ્રનગર ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમા કંપનીને સારવારની બાકી રહેલી રકમ રૂપિયા 12 હજાર ફરિયાદ તારીખથી 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા હૂકમ કર્યો છે. આ ઉપરાંત અરજદારને થયેલ માનસીક ત્રાસના 2 હજાર, અરજી ખર્ચના 1 ચૂકવવા પણ હૂકમમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...