ધારાસભ્યના પત્નીની હાર:મોરબીના ત્રાજપર ગામમાં સીટીંગ ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાના પત્નીની હાર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ પદે જયંતીભાઈ વરાણીયા વિજેતા
  • સંતાનો મામલે નવા સરપંચ સામે કાનૂની લડતના એંધાણ

મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે અપસેટ વચ્ચે સીટીંગ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના પત્નીની હાર થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગત રવિવારના રોજ હોંશભેર થયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરપંચ પદે જયંતિભાઈ માધુભાઈ વરાણીયા વિજેતા જાહેર થયા છે. સામે ધારાસભ્ય પરસોતમ સાબરીયાના પત્નિ જશુબેન સાબરીયાની હાર થઈ છે.

હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના સીટીંગ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પણ તેઓએ વિજેતા બની પોતાનું વર્ચસ્વ બતાવ્યું હતું. તેઓના પત્ની મૂળ ગામ ત્રાજપર ખાતે અગાઉ સરપંચ તરીકે કાર્યરત હતા. પણ આ વખતે તેઓને હારનો સામનો કરવો પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રસાકસીભરી ચુંટણીમાં વિજેતા થયેલા સરપંચ જયંતિભાઈ માધુભાઈ વરાણીયા આજે મતગણત્રીમાં ભલે 228 મતે જીતી ગયા હોય તેમની સામે હજુ કાનૂની જંગ છેડાય તેવી શકયતા છે, કારણ કે જયંતિભાઈએ ઉમેદવારીપત્રમાં દર્શાવેલી વિગતોમાં તેમના છેલ્લા સંતાનની તારીખમાં ફેરબદલ કરી હોવાના આરોપ સાથે જશુબેન દ્વારા વાંધો પણ ઉઠાવવામાં આવ્યો છે.

જો કે, આજે જાહેર થયેલા પરિણામ બાદ સીટીંગ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના પત્નીને જયંતીભાઈએ હાર અપાવતા ખાસ કરીને ભાજપ લોબીમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 390 ગ્રામ પંચાયત પૈકી 279 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થયા છે. તમામ પંચાયતોના પરિણામ જાહેર થવામાં મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં સૌથી વધુ પાટડી તાલુકામાં 46 પંચાયતના પરિણામ જાહેર થયા છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાની 25 ગ્રામ પંચાયતના પરિણામ બાકી છે.

સરપંચના નામની યાદી
સરપંચના નામની યાદી
સરપંચના નામની યાદી
સરપંચના નામની યાદી

મૂળીના વેલાળા(ધ્રા) ગામમાં સરપંચ પદે મધુબેન ધીરૂભાઇ મકવાણા વિજેતા
મૂળીના સિધ્ધસર ગામમાં સરપંચ પદે સુરજબા દશરથસિંહ મોરી વિજેતા
મૂળીના હેમતપર ગામમાં સરપંચ પદે જયાબેન હર્ષદભાઇ વસવેલીયા વિજેતા
મૂળીના ગોદાવરી ગામમાં સરપંચ પદે ઉર્મીલાબા સિધ્ધરાજસિંહ પરમાર વિજેતા
મૂળીના દુધઇ ગામમાં સરપંચ પદે ડાહિબેન વિરાભાઇ ઝાલા વિજેતા
મૂળીના માનપર ગામમાં સરપંચ પદે હકાભાઇ રામજીભાઇ વિજેતા

દેત્રોજાના કુંભારીયા ગામે સરપંચ પદે ઉર્મિલાબેન કાન્તીલાલ વિજેતા
વાંકાનેરના રાજગઢ ગામે સરપંચ પદે શંભુભાઈ દેવાભાઈ વીંઝવાડીયા વિજેતા
માળિયાના મીયાણા ગામે સરપંચ પદે કુંતાસી ઉર્મીલાબેન રમેશભાઈ સોઢીયા વિજેતા
મોરબીના લાલપર ગામે સરપંચ પદે રમેશભાઈ રતનશીભાઈ વિજેતા
વાંકાનેરના ભીમગુડા ગામે સરપંચ પદે ફુલીબેન સતાભાઈ વિજેતા
વાંકાનેરના કેરાળા ગામે સરપંચ પદે નરગીશ આરીફ બાદી વિજેતા
હળવદના ડુંગરપુર ગામે સરપંચ પદે ભાનુબેન રૂપસંગભાઈ વિઠ્ઠલાપરા વિજેતા

લીંબડીના જાળિયાળા ગામે સરપંચ પદે રોજાસરા સવિતાબેન પ્રભુભાઇ વિજેતા
લીંબડીના મોટી કઠેચી ગામે સરપંચ પદે રણછોડભાઈ ભોપાભાઇ ધોરાણીયા વિજેતા
લીંબડીના મુળબાવળા ગામે સરપંચ પદે ફુલધરા અમેજીભાઇ રસુલભાઇ વિજેતા
લીંબડીના ટોકરાળા ગામે સરપંચ પદે ખમાબા દિલુભા ઝાલા વિજેતા

લીંબડીના ઘનશ્યામપર ગામે સરપંચ પદે કાંતુબેન ધીરૂભાઈ રોકીયા વિજેતા
લખતરના તલવણી ગામે સરપંચ પદે મહિપાલસિંહ રણજીતસિંહ જાડેજા વિજેતા
લખતરના સદાદ ગામે સરપંચ પદે રબારી વિરામભાઈ વિજેતા
લખતરના તાવી ગામે સરપંચ પદે પ્રદ્યુમ્નસિંહ ગંભીરસિંહ રાણા વિજેતા
લખતરના કડું ગામે સરપંચ પદે પ્રેમબા સામતસિંહ ઝાલા વિજેતા
લખતરના ગંગાડ ગામે સરપંચ પદે કૈલાશબેન કાંતિભાઈ બાવળિયા વિજેતા
લખતરના ગંગાડ ગામે સરપંચ પદે કૈલાશબેન કાંતિલાલ વિજેતા
લખતરના ઝમર ગામે સરપંચ પદે ગીતાબેન મહેશભાઈ સોલંકી વિજેતા
લખતરના ભાસ્કરપરા/જ્યોતિપર ગામે સરપંચ પદે સોભનાબેન કિરીટભાઈ રેથળિયા વિજેતા
લખતરના કેસરિયા ગામે સરપંચ પદે મીનાબેન નગરભાઈ જારવારીયા વિજેતા

લીંબડીના ઘાઘરેટીયા ગામે સરપંચ પદે વસંતબેન પાંચાભાઇ ગોસલીયા વિજેતા
ચોટીલાના ભીમગઢ ગામે સરપંચ પદે રાહુલભાઇ બચુભાઇ ઝાપડીયા વિજેતા
વઢવાણના મુંજપર ગામે સરપંચ પદે હંસાબા દિગ્વિજયસિંહ પરમાર વિજેતા
વઢવાણના મોટા મઢાદ ગામે સરપંચ પદે વજુભા બારડ વિજેતા
વઢવાણના કારીયાણી ગામે સરપંચ પદે રાકેશ અમરશીભાઇ વોરા વિજેતા
ધ્રાંગધ્રાના જેસડા ગામે સરપંચ પદે ચંપાબેન ભગવાનભાઈ ઝીઝવાડિયા વિજેતા
વઢવાણના માળોદ ગામે સરપંચ પદે રાકેશ ઇશ્વરભાઇ પટેલ વિજેતા
ધ્રાંગધ્રાના જેસડા ગામે સરપંચ પદે ચંપાબેન ભગવાનભાઈ ઝીઝવાડિયા વિજેતા

ધ્રાંગધ્રાના સજ્જનપુર ગામે સરપંચ પદે પટેલ લાલજીભાઈ પ્રભુભાઈ વિજેતા
વઢવાણના કરણગઢ ગામે સરપંચ પદે જશુબેન ગોવિંદભાઇ માધર વિજેતા
વઢવાણના નાના મઢાદ ગામે સરપંચ પદે જનકભા લાભુભા ગઢવી વિજેતા
વઢવાણના સાંકળી ગામે રપંચ પદે પ્રવિણભાઇ બાબુભાઇ ખાચર વિજેતા
વઢવાણના રૂપાવટી ગામે સરપંચ પદે ગિરીરાજસિંહ ઝાલા વિજેતા
ધ્રાંગધ્રાના સજજનપુર ગામે રપંચ પદે દામજીભાઈ પટેલ વજેતા
વઢવાણના માળોદ ગામે સરપંચ પદે રાકેશ ઇશ્વરભાઇ પટેલ વિજેતા

અન્ય સમાચારો પણ છે...