કોરોના અપડેટ:મોરબીના એક શાળામાં કોરોનાનો કહેર, જિલ્લામાં આજે 12 નવા કેસ નોંધાયા

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબીના એક શાળામાં કોરોનાનો કહેર, જિલ્લામાં આજે 12 નવા કેસ નોંધાયા - Divya Bhaskar
મોરબીના એક શાળામાં કોરોનાનો કહેર, જિલ્લામાં આજે 12 નવા કેસ નોંધાયા
  • મોરબી શહેરમાં 10 કેસ નોંધાયા, માળિયા તાલુકામાં કોરોનાની એન્ટ્રી

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં 10 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ઊંધામાથે થઈ ગયું છે. વધુમાં આજના કેસમાં એક વિદ્યાર્થીની પણ પોઝિટિવ આવી છે.

મોરબી જિલ્લામાં આજે 1371 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 12 કેસ સામે આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 1, મોરબી શહેરમાં 10 અને માળિયા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. આજે જાહેર થયેલા 12 કેસ પૈકી 1 કેસ મોરબીના શનાળા નજીક આવેલ જ્ઞાન વિહાર શાળામાં ધોરણ – 6 માં અભ્યાસ કરતી બાળકીનો છે. આ શાળા 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આજની સ્થિતિએ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 39 થઈ છે. અત્યાર સુધીમાં જિલ્લાના 6546 કેસ નોંધાયા છે. સામે 6166 દર્દીઓ રિકવર થયા છે.

અન્ય સમાચારો પણ છે...