તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસ્સા જિંદગીના અને જિંદગી બચાવવવાના:કોરોના થયાનું દુ:ખ જરૂર છે, પણ બીજાની સેવાનો લાભ મળ્યો તેનો આત્મસંતોષ છે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મકસુદ માંકડ કોવિડ ઇન્ચાર્જમાં તેમજ પ્રદિપ વાઘેલા વાઇસ ઇન્ચાર્જમાં ફરજ બજાવે છે - Divya Bhaskar
મકસુદ માંકડ કોવિડ ઇન્ચાર્જમાં તેમજ પ્રદિપ વાઘેલા વાઇસ ઇન્ચાર્જમાં ફરજ બજાવે છે

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉન બાદ અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતાં. બીજી તરફ કોરોના કેસ પણ વધી રહ્યાં હતાં. ત્યારે રોજનું રોજ કમાઇ ખાવાવાળા ગરીબ લોકોની હાલત કફોડી બનવા પામી હતી. આવા સમયે માનતા દાખવી લોકોની સેવા માટે નિ:સ્વાર્થ ભાવે અનેક સંસ્થાઓ અને કોરોના યોદ્ધાઓ સામે આવ્યા હતાં. કેટલાક કિસ્સાઓમાં પોતો કોરોનાગ્રસ્ત બન્યા, કેટલા કિસ્સાઓમાં મજબૂત મનોબળથી સાજા થયા થયા.

આમા કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત લોકોની વચ્ચે રખી સેવા કરનારાઓ મૃત્યુ પામ્યા હોય તેવું પણ સામે આવ્યું છે. ત્યારે પરિવારજનોએ તેનું દુ:ખ વ્યક્ત કર્યુ હતું પરંતુ તેમણે પોતાના મને જરૂરિયાત મંદોની લોકોની સેવા કરી હોવાનો આત્મસંતોષ માન્યો હતો. બીજી તરફ કોરોના દરમિયાન તબીબો પણ દર્દીઓના પડખે ઉભા રહી રાત દિવસ ફરજ બનાવી હતી.

કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા 2 કર્મચારીઓની નિષ્ઠા, ઘરમાં અલગ રહે છે, કોરોનાના દર્દીઓની સેવા માટે 10 માસમાં એકેય રજા ન લીધી
સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં મકસુદ માંકડ કોવિડ ઇન્ચાર્જમાં તેમજ પ્રદિપ વાઘેલા વાઇસ ઇન્ચાર્જમાં ફરજ બજાવે છે. આ બંને કર્મીઓ મહામારીના સમયમાં એટલે કે માર્ચથી લઇને ડિસેમ્બર સુધીમાં 10 માસમાં એકપણ રજા લીધા વગર સતત 10થી 15 કલાક ફરજ બજાવી રહ્યાં છે. કોરોનાના ડેટા, દર્દીઓને દવાનું, જમવાનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત દર્દઓ પાસે પણ કીટ પહેરીને જાય ત્યારે ગભરામણ અને પરસેવો વળવા છતા દવા સહિતનું માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે.

મોટી ઉંમરના દર્દીઓ હોય અને તેમને તેમના પરિવાર સાથે વાતચીત કરવી હોય તો આ કર્મીઓ વિડીયોકોલ કરીને પરિવાર સાથે મિલાપ કરાવે છે. આ કર્મીઓ પોતાના ઘરે અલગ રૂમમાં રહે છે. જેના કારણે પરિવારને કે બાળકો રમાડી કે પૂરતો સમય ફાળવી શકતા નથી. આ કર્મીઓની જીજ્ઞાસા અને તમન્ના છે કે કોવિડમાં આવતા દર્દીઓની જેટલી બને ત્યાં સુધી સેવા કરવી. અમુક દર્દીઓ સાથે કડવા અનુભવ થાય છે તેમ છતા તેઓને સમજાવીને સારવાર લેવાનું પણ જણાવી રહ્યા છે.

સુરેન્દ્રનગરના PSI કોરોના સામે 20 દિવસ ઝઝુમ્યા , રિટાયર્ડ થયા બાદ એકસ્ટેન્શન લઇ ફરજ નિભાવી, શ્વાસની મુશ્કેલીથી મૃત્યુ પામ્યાં
મુળ ધ્રાંગધ્રાના કોંઢના વતની અને સુરેન્દ્રનગરમાં રહેતા ચંદ્રકાંતભાઇ શુકલ પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. PSIનું પ્રમોશન મળ્યા બાદ હળવદ અને મોરબીમાં ફરજ નીભાવી સુરેન્દ્રનગરમાં બદલી થઇ હતી. 31 માર્ચે પીએસઆઇ સી.એચ.શુકલ નિવૃત થયા હતા. પરંતુ કોરોનાને લીધે પોલીસ ખાતાએ જાહેરાત કરી કે, એક વર્ષ પહેલા નિવૃત થયા હોય અને કોરોનામાં ફરજ બજાવા ઇચ્છા ધરાવતા હોય તેવા પોલીસ કર્મીઓને એકસ્ટેન્શન અપાશે.

આથી પીએસઆઇ સી.એચ.શુકલએ લોકોની સેવા અને ફરજ નીભાવવા માટે નોકરી કરવાનો નિર્ણય લીધો હતો. સતત ફરજ નિભાવતા નિભાવતા તેઓ તા.29 જુને કોરોનાગ્રસ્ત થયા હતા. ત્રણ દિવસ સુરેન્દ્રનગરમાં સારવાર લીધા બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. આથી રાજકોટ રિફર કરાયા હતા. જયારે 20 દિવસ બાદ તા.19 જુલાઇના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારને કુટુંબના મોભી ગુમાવ્યાનુ અનહદ દુ:ખ છે. પરંતુ તેમનું જીવન કોઇને કામ આવ્યુ હોવાનો સંતોષ પણ છે.

ફરજ નિભાવતા નિભાવતા તેઓ તા.29 જુને કોરોનાગ્રસ્ત થયા હતા.
ફરજ નિભાવતા નિભાવતા તેઓ તા.29 જુને કોરોનાગ્રસ્ત થયા હતા.

માનવતા મહેકાવી અશોકભાઇ રાવલે કોરોના કાળના 7 મહિનામાં કુલ 2.50 લાખ લોકોને ઉકાળા પીવડાવવાની સેવા કરી હતી

14 દિવસમાં કોરોનાને હરાવ્યો, એટેક આવતા અવસાન થયુ
સુરેન્દ્રનગરના અશોકભાઇ રાવલ નર્મદા વિભાગમાં નોકરી કરતા હતા. નિવૃત્તિ બાદ 66 વર્ષના અશોકભાઇનો સેવા જ જીવનમંત્ર હતો. કોરોનાના કપરા સમયમાં ફેબ્રુઆરીમાં શરૂ કરેલા ઉકાળા પીવડાવવાની સેવા 1500થી 1700 લોકો લોકો સુધી પહોંચી હતી. ગાંધી હોસ્પીટલમાં દાખલ દર્દીઓને જાતે રોજ ઉકાળા પીવડાવતા હતા. આટલુ જ નહી દર્દીના પરિવારને પણ ઘરે જઇ ઉકાળો આપી આવતાં હતા. સતત 7 મહિના સેવા કર્યા બાદ પોતે કોરોનાગ્રસ્ત થયા હતા.

અશોકભાઇ રાવલનો પરિવાર
અશોકભાઇ રાવલનો પરિવાર

પરંતુ 14 દિવસની સારવાર બાદ પોતે સાજા થઇ ગયા હતા. સાજા થઇ ગયાને ત્રીજા દિવસે અેટેક આવતાં મૃત્યુ પામ્યા હતા. તેઓ જયારે કોરોનાના દર્દીઓને ઉકાળો પીવડાવવા માટે જતા ત્યારે લોકો તેમને કહેતા કે તમારી ઉંમર છે તમને કોરોના થશે તો તમારો જીવ જોખમમાં મુકાશે. તો તેઓ જવાબ આપતા કે બધાય કોરોનાથી ડરી જશે તો સેવા કોણ કરશે. અને મોતમાં પાંચમની છઠ થવાની નથી. અશોકભાઇ પોતાનું મનગમતુ સેવાનું કામ કરતા સ્વધામ ગયા છે તેની ઘરનાને આત્મસંતોષ છે.

સેવાયજ્ઞ, જોરાવરનગરના ટ્રસ્ટે લોકડાઉનના સમયે 37 દિવસ લોકોના પેટની આંતરડી ઠારી
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉન લાગુ કરાતા દરરોજનું રળીને ખાતા પરિવારની હાલત ખરાબ થઇ ગઇ હતી. ત્યારે જોરાવરનગરમાં ચાલતા શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જોરાવરનગર પ્રજાપતી સમાજની વાડી ખાતે રસોઇ બનાવીને લોકોને ઘર ઘર પહોચાડવાની શરૂઆત કરી હતી. પહેલા દિવસે 550 માણસોની રસોઇ બનાવી હતી. ધીરે ધીરે ઘસારો વધતો ગયો હતો. અંતે 1900 માણસોની રસોઇ બનાવવાનું ચાલું કરી દીધુ હતુ. ટ્રસ્ટના 110 થી વધુ સ્વયંસેવકો રાત દિવસ સેવા માટે ખડે પગે રહ્યા હતા. ઉપરાંત ટ્રસ્ટે 1200 કિટ અગરીયા સહિતના જરૂરીયાતમંદ લોકોને પહોચાડી હતી.

અન્નક્ષેત્રમાં રોજ 1900 માણસોની રસોઇ બનતી
અન્નક્ષેત્રમાં રોજ 1900 માણસોની રસોઇ બનતી

આત્મવિશ્વાસ, મને ત્યારે પણ કોરોનાનો ડર ન હતો, આજે પણ નથી, સાજો થઇ ફરીથી ટ્રક ચલાવુ છું

મારા પરિવારને કીધુ હતુ 14 દિવસ બાદ પાછો આવીશ
​​​​​​​સુરેન્દ્રનગર જિલ્લામાં 24 એપ્રીલે થાનના ઘુઘાભાઇ મશરૂભાઇ બાવળીયાનો પ્રથમ કોરોના પોઝેટીવ કેસ નોંધાયો હતો. ટ્રક ચલાવવાનો વ્યવસાય કરતા ઘુઘાભાઇ આંધ્રપ્રદેશ ગયા હતા. જયાથી ટ્રકમાં પોઝેટીવ તબલીગી જમાતના બે વ્યકિતને બેસાડી બોટાદ સુધી લાવ્યા હતા. તેમના સંપર્કમાં આવતા ઘુઘાભાઇ પોઝીટીવ થયા હતા. જયારે કોરોના થયો ત્યારે પણ તેઓ ડર્યા ન હતા. અને ઘરનાને કીધુ હતુ કે મારી ચિંતા કરતા નહી હું 14 દિવસની સારવાર બાદ સાજો થઇને આવી જઇશ. અને તેઓએ કોરોનાને માત પણ આપી દિધી હતી. આજે તેઓ થાનથી રાજકોટ રૂટ પર ટ્રક ચલાવી રહ્યા છે.

પોઝિટિવ એટિટ્યુડ
​​​​​​​કોરોના સામે યુદ્ધ હતુ, જેમા હું પરિવારના સાથથી વિજેતા થયો

મૂળ સાયલાના વતની અને હાલ લીંબડી પરશુરામ ધામમાં રહેતા 61 વર્ષીય ભરતભાઇ પ્રભાશંકર જાની સમાજ સુરક્ષા વિભાગમાં ડેપ્યુટી ડાયરેકટર તરીકે ફરજ બજાવી નિવૃત થયા છે. તા. 20 ઓગસ્ટના રોજ તેઓને કોરોના પોઝીટીવ આવતા સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં એડમીટ કરાયા હતા. કોરોનાનો ચેપ કયાંથી કઇ રીતે લાગ્યો તેની જાણ જ તેઓને ન થઇ. 25 વર્ષથી ડાયાબીટીશનો રોગ અને હાર્ટ એટેક સહન કરી ગયેલા ભરતભાઇની 15 દિવસ સારવાર ચાલી હતી. 15 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો હતો.

લોકડાઉન વખતે ડીએસપીને ચેપ લાગ્યો, સાજા થઇ ફરજે હાજર થયા
ઝાલાવાડમાં લોકડાઉનના પાલન કરાવવા ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયા સતત જિલ્લામાં ફરતા રહ્યા હતા, અને પોલીસને માર્ગદર્શન આપવાની સાથે કોવીડ ગાઇડ લાઇનના નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહીની ખુદ દેખરેખ રાખતા હતા. ફરજ દરમિયાન ડીએસપીને પણ કોરોના પોઝેટીવ આવ્યો હતો. સારવાર બાદ તેઓ સાજા થઇને તુરંત ફરજ પર હાજર થઇ ગયા હતા. અને ફરીથી કોવીડની ગાઇડ લાઇનના પાલન માટે કામે લાગી ગયા હતા. તેમણે કહ્યુ કે, પોતાના શરીરને અંદરથી મજબુત બનાવી દો તો કોરોના તમારૂ કાઇ નહી બગાડી શકે.

ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયા
ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયા

હોસ્પિટલના સ્ટાફની મહેનત અને મજબૂત મનોબળે કોરોનાને હરાવ્યા
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામના 90 વર્ષના જેઠુભાઇ પુંજાભાઇ કોળદરાને એકાદ વર્ષથી શ્વાસની તકલીફ છે. ઉંમરના લીધે તેઓનો કોરોના રીપોર્ટ કરાવવામાં આવતા પોઝીટીવ આવ્યો હતો. આથી તેઓએ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના કોવીડ સેન્ટરમાં સારવાર લીધી હતી. દવાખાનામાં ઘર જેવો જ માહોલ તેઓએ અનુભવ્યો હતો. કોરોના થયો તે પહેલા બીડીનું વ્યસન જેઠુભાઇને હતુ. દરરોજની 50થી વધુ બીડીઓ તેઓ પીતા હતા. પરંતુ કોરોના બાદ તેઓએ બીડીના વ્યસનને તિલાંજલી આપી છે.

એક​​​​​​​ મહિનાના આરામ દરમિયાન પણ કોરોનાનું અપડેટ રાખતા હતાં
કોરોના કાળ દરમિયાન સુરેન્દ્રનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે.પરમાર પણ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. કોરોના સમયમાં 6 માસ સુધી કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા તા. 13 સપ્ટેમ્બરના રોજ તેઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. 17 દિવસ સુધી શહેરની મેડિકલ કોલેજમાં સારવાર લીધા બાદ એક માસ સુધી ઘરે આરામ પણ કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેઓ ફરજ પર પરત ફર્યા હતા. ઘરે આરામ દરમિયાન પણ તેઓ સતત જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિનું અપડેટ રાખતા હતા.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો