તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરેન્દ્રનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 67 કેસ, 7 દર્દીના મોત

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 67 કેસ, 7 દર્દીના મોત - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 67 કેસ, 7 દર્દીના મોત
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો પાંચ હજારની પાર પહોચ્યોં

સુરેન્દ્રનગર જિલ્લાંમાં કોરોના આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં વધુ 67 કેસોનો રવિવારે ઉમેરો થયો હતો. આથી જિલ્લામાં કોરોના કેસ કુલ પાંચ હજારને પાર પહોંચીને 5863ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે રવિવારે વધુ 7 કોરોના દર્દીઓના મોત નિપજવાની ઘટના બનવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 391 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. ભારત દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વ્યાપવા સાથે ગુજરાતમાં દિન-પ્રતિદીન કોરોના કેસ સામે આવતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે.

આજે રવિવારે 67 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 67 પોઝીટીવ કેસોના ઉમેરા સાથે સાથે કુલ 5863 પર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો હતો. જ્યારે રવિવારે દુ:ખદ સમાચાર એ રહ્યા હતા કે, રવિવારે 7 કોરોના દર્દીઓના મોતના તાંડવથી મૃતક આંક 391એ પહોંચ્યો હતો.

આ ઉપરાંત એક પણ દર્દી શનીવારે સાજા ન થતા કુલ કોરોના મુક્ત આંક 3300 પર પહોચ્યોં હતો. આમ વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો