તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 88 કેસ, 11 દર્દીઓના મોત

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 88 કેસ, 11 દર્દીઓના મોત - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 88 કેસ, 11 દર્દીઓના મોત
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો પાંચ હજારની પાર પહોચ્યોં

સુરેન્દ્રનગર જિલ્લાંમાં કોરોના આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં વધુ 88 કેસોનો સોમવારે ઉમેરો થયો હતો. આથી જિલ્લામાં કોરોના કેસ કુલ પાંચ હજારને પાર પહોંચીને 5790ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે સોમવારે વધુ 11 કોરોના દર્દીઓના મોત નિપજવાની ઘટના બનવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 386 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. ભારત દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વ્યાપવા સાથે ગુજરાતમાં દિન-પ્રતિદીન કોરોના કેસ સામે આવતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે.

આજે સોમવારે 88 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 88 પોઝીટીવ કેસોના ઉમેરા સાથે સાથે કુલ 5790 પર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો હતો. જ્યારે સોમવારે દુ:ખદ સમાચાર એ રહ્યા હતા કે, સોમવારે 11 કોરોના દર્દીઓના મોતના તાંડવથી મૃતક આંક 386એ પહોંચ્યો હતો.

આ ઉપરાંત એક પણ દર્દી સોમવારે સાજા ન થતા કુલ કોરોના મુક્ત આંક 3300 પર પહોચ્યોં હતો. આમ વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.

સોમવારે જિલ્લામાં કુલ 88 પોઝિટિવ કેસો તેમજ 11 લોકોના મોત સરકારી ચોપડે નોંધાયા હતા. આ પોઝિટિવ કેસોમાં ચોટીલા-5, ચુડાં-8, ધ્રાંગધ્રા-12, લખતર-8, લીંબડીં-8, મૂળીં-8, પાટડીં-11, સાયલા-6, થાનગઢમાં-6 અને વઢવાણમાં 16 કેસો નોંધાયા હતા. જિલ્લામાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 5951 પર પહોંચી ગઇ હતી. જ્યારે મોતની સંખ્યા પણ 400ને પાર કરીને 402એ પહોંચી ગઇ હતી. સોમવારે એકપણ કોરોનાગ્રસ્ત દર્દીને મુક્ત કરવામાં ન આવતા 3300 સંખ્યા અટકી પડી હતી.

લોકડાઉનમાં 763 કેસ અને 75 લોકોના મોત : જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉ સાથે કોરોનાને માત આપવા તંત્ર સાથે લોકોએ કમર કસી હતી. પરંતુ 27 એપ્રિલે 104 કેસ સાથે 11 મોત, 28 એપ્રિલે 94 કેસ સાથે 13 મોત, 29 એપ્રિલે 127 કેસ સાથે 10 મોત, 30 એપ્રિલે 167 કેસ સાથે 11 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત તા. 1મેના રોજ 116 કેસ સાથે 12ના મોત, 2મેના રોજ 67 કેસ સાથે 7 મોત તેમજ 3 મેને સોમવારે 88 કેસો સાથે 11 લોકોના મોત થયા હતા. આમ લોકડાઉનના સમયમાં પણ 763 પોઝિટિવ કેસ તેમજ 75 લોકોના મોત થયા હતા.

મૂળી તાલુકામાં રેપિડ ટેસ્ટની કિટ ફાળવવા માંગ : મૂળી તાલુકામાં દિનપ્રતિ દિન કોરોના કેસોની સંખ્યામા વધારો જોવાઈ રહ્યો છે કેટલાક સમયથી રેપિડ ટેસ્ટકિટ ગ્રામ્યવિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓછી મળતી હોવાથી ખેડુત એકતા મંચનાં રાજુભાઇ કરપડા દ્વારા જિલ્લા-રાજ્યકક્ષાએ રજુઆત કરી મૂળીમાં ૩૫૦૦ વ્યકિતએ 1 જ કિટ આવતી હોવાની રજુઆત સાથે વધુ કિટ ફાળવવા માંગ કરી હતી.

કોરોનાથી સાયલા વેપારી મંડળના ઉપપ્રમુખનું મોત થતા બજાર સ્વયંભુ બંધ
સાયલા શહેરમાં કેટલાક સમયથી યુવાનો અને મહિલાના મોત થતા લોકોમાં અરેરાટી જોવા મળે છે. ત્યારે સાયલા વેપારી મહામંડળના ઉપપ્રમુખ રતિભાઇ પટેલનું કોરોના સારવાર અધુરો રહેતા મોત થયાના સમાચારે લોકોની વેદના વધારી હતી. આ બાબતે સાયલા વેપારી આલમે સ્વયંભુ દુકાનો સહિત તમામ વેપાર ઉધોગો બંધ કર્યા હતા. અને વેપારી પ્રમુખ મનુભાઇ રાજપુત સહિત વેપારી આગેવાનોએ રતિભાઇ પટેલની સેવાકીય અને ધાર્મિક કાર્યને બિરદાવી હતી. ખાસ કરીને નાના લોકો પ્રત્યેના હમર્દદ વેપારીની ખોટ ન પુરાય તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો