તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 102 કેસ, 5 મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 102 કેસ, 5 મોત - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 102 કેસ, 5 મોત
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 6759 પર પહોચ્યોં

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં વધુ 102 કેસોનો મંગળવારે ઉમેરો થયો હતો. આથી જિલ્લામાં કોરોના કેસ કુલ છ હજારને પાર પહોંચીને 6759ની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં ચિંતાની વાત એ કે, મંગળવારે સારવાર દરમિયાન 5 કોરોના દર્દીઓના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 440 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. ભારત દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વ્યાપવા સાથે ગુજરાતમાં દિન-પ્રતિદીન કોરોના કેસ સામે આવતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે. આજે મંગળવારે 102 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 105 પોઝીટીવ કેસોના ઉમેરા સાથે સાથે કુલ 6759 પર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો હતો. જ્યારે મંગળવારે દુ:ખદ સમાચાર એ રહ્યા હતા કે, મંગળવારે સારવાર દરમિયાન 5 કોરોના દર્દીઓના મોતની ઘટના બનતા મૃતક આંક 440 પર પહોચ્યોં હતો.

આ ઉપરાંત 183 દર્દીઓ મંગળવારે સાજા થતા કુલ કોરોના મુક્ત આંક 5859 પર પહોચ્યોં હતો. આમ વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.

ચુડા તાલુકાના CHCમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયુંહાલમાં કોરોના સંક્રમણના પગલે દર્દીઓને સારવારના અભાવે અને રેમડિસીવર ઇન્જેક્શન અને ઓક્સિજનના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકામાં દર્દીઓને પડતી હાલાકીને ધ્યાને લઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવતા લોકોમાં રાહતની લાગણી ફેલાવા પામી હતી.

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાની બીજી અને ઘાતક લહેરમાં સમયસર સારવાર ન મળતા અનેક દર્દીઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય પથંકમાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી અને ચુડા તાલુકામાં કોરોનાની કહેર જારી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકામાં દર્દીઓને પડતી હાલાકીને ધ્યાને લઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

લીંબડી જૈન સમાજ તથા મોટા મંદિરના સહયોગથી તમામ પ્રકારની સુવિધાઓ સાથે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ મળતા દર્દીઓને પડતી હાલાકીમાં રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...