તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કોરોનાના એક્ટિવ કેસ 6 શનિવારે પણ કોરોના નીલ, વધુ 2 દર્દીઓએ કોરોનાને હરાવતાં આંક 3206ને પાર

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં કોરોનાના કેસો ઘટતા એકટીવ કેસ પણ ઘટી રહ્યા છે. હવે જિલ્લામાં કોરોનાના એકટીવ કેસ માત્ર 6 જ રહ્યા છે. જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોના નિલ રહ્યો છે. બીજી તરફ વધુ 2 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ફેબ્રુઆરી માસમા કોરોનાના કેસ સાવ ઓછા સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરી માસના 13 દિવસમાં માત્ર 6 જ કેસ નવા નોંધાયા છે. જયારે મહિનાના 8 દિવસ તો એવા રહ્યા છે જેમાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો હતો. સતત ચોથા દીવસે જિલ્લામાં કોરોનાના કેસ નિલ આવ્યા છે. જેને લીધે કોરોના મીટર 3439 પર સ્થીર રહ્યુ છે. બીજી તરફ વધુ 2 દર્દીઓએ કોરોનાને હરાવતા કુલ કોરોના મુકત દર્દીઓની સંખ્યા વધીને 3206 થઇ છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી. જિલ્લામાં કોરોના જાણે વિદાય લઇ રહ્યો હોય આરોગ્ય વિભાગ અને લોકો પણ રાહત અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો