તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં જોરદાર ઘટાડો, આજે કોરોના પોઝિટિવના માત્ર 3 જ કેસ

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં જોરદાર ઘટાડો, આજે કોરોના પોઝિટિવના માત્ર 3 જ કેસ - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં જોરદાર ઘટાડો, આજે કોરોના પોઝિટિવના માત્ર 3 જ કેસ
  • જિલ્લામાં છેલ્લા 18 દિવસમાં કોરોનાથી એકપણ મોત નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી જોરદાર ઘટાડો નોંધાયો છે. આજે માત્ર 3 જ નવા કેસ નોંધાતા જિલ્લામાં કોરોના કેસનો આંકડો સાત હજારને પાર પહોંચીને 7387ની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં સુખદ વાત એ કે, મંગળવારે પણ સારવાર દરમિયાન એક પણ દર્દીના મોતની ઘટના બનવા પામી નથી. છેલ્લા 18 દિ'થી એક પણ મોત નહીં નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 446 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. જિલ્લામાં આજે માત્ર 3 જ કેસ પોઝિટિવ નોંધાયા હતા. 3 પોઝિટિવ કેસોના ઉમેરા સાથે સાથે કુલ 7387 પર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો છે. જ્યારે આજે સારવાર દરમિયાન એક પણ કોરોના દર્દીના મોતની ઘટના ન બનતા મૃતક આંક 446 પર સ્થિર રહ્યો છે. જ્યારે કોરોના મુક્ત દર્દીઓનો આંકડો 7194એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...