આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું:સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગની કચેરી પાસે ઉકરડામાંથી કોરોનાની વેક્સિન ભરેલી શીશીઓ મળી!

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉકરડામાં પડેલી વેક્સિન - Divya Bhaskar
ઉકરડામાં પડેલી વેક્સિન
  • વીડિયો ફરતો થતાં ઊંઘતું ઝડપાયેલું આરોગ્ય તંત્ર રસી મળી, તે સ્થળ શોધવા હરકતમાં આવ્યું

જિલ્લામાં કોરોનાની રસીની શીશીઓ ઉકરડામાંથી મળી આવતાં રસીની સાચવણી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ ઘટનાથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને રસીની શીશી મળી આવી છે, તે સ્થળની તપાસ કરવા સાથે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ શનિવારે 16604 લોકોએ રસી લેતા કુલ 20.49 લાખ લોકોનું રસીકરણ થયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર રસી દેવા તેમજ લોકો રસી લેવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. આવા સમયે શનિવારે જિલ્લામાં આરોગ્ય વિભાગની કચેરી પાસેના ઉકરડામાંથી રસીની શીશીઓ મળી આવ્યાનો ગણગણાટ સાથે ઘટના બહાર આવતા ચકચાર ફેલાઇ હતી. આ રસીના ડોઝ ક્યાંના છે તેમજ આવી હાલતમાં આ સ્થળે કોણ નાંખી ગયુ હશે સહિતના સવાલો ખડા થયા છે. ત્યારે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણિકુમાર પ્રસાદે જણાવ્યું કે, મારી પાસે આ બનાવની તસવીરો આવી છે પરંતુ કઇ જગ્યાનું છે તે કોઇ કહે તો અમે ખાત્રી કરીને, જગ્યા બતાડે ત્યાંથી આ વસ્તુ મળે તો તેની સામે પગલાં લઈને કાર્યવાહી કરી શકીએ.

બીજી તરફ શનિવારે પ્રથમ 1900 તેમજ 14705 બીજા ડોઝ સાથે કુલ 1604 લોકોએ રસી લીધી હતી. અત્યાર સુધીમાં 11,40,447 પ્રથમ અને 9,09,166 બીજા ડોઝ સાથે કુલ 20,49,613 લોકોનું રસીકરણ થયંુ હતંુ, જેમાં 18-44 વયના 12,33,745, 45-60ની ઉંમરના 5,11,837 અને 60થી ઉપરની વયના 3,04,031 લોકોએ રસી લીધી હતી. જિલ્લાના અત્યાર સુધીના કુલ રસીકરણમાં 10,54,380 પુરુષો અને 9,64, 921 મહિલાઓએ કોવિશિલ્ડની 18,19,764 તેમજ કોવેક્સિનની 2,29,849 રસી મૂકાવી હતી.

કોરોનાની મૃત્યુસહાય માટે ખાતરી સમિતિની રચના કરાશે
મૃત્યુનું ચોક્કસ કારણ એટલે કે કોરોનાથી મત્યુ થયા હોવા અંગેનો સત્તાવાર દસ્તાવેજ ઓફિશિયલ ડોક્ટુમેન્ટ ફોર કોવિડ-19 ડેથ મેળવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મૃત્યુવિષયક ખાતરી સમિતિ રચના કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાની આ સમિતિમાં અધ્યક્ષ અધિક નિવાસી કલેક્ટર, સભ્ય મુખ્ય જિલ્લા તબીબી અધિકારી (સીડીએમઓ), સભ્ય સચિવ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (સીડીએચઓ), સભ્ય જિલ્લા મેડિકલ કોલેજ હૉસ્પિટલ ચિકિત્સક, સભ્ય સંલગ્ન મેડિકલ કોલેજ વિભાગના પ્રધ્યાપકની એક સમિતિની રચના કરાશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની પાસેથી વેક્સિન ભરેલા ડોઝ ઉકરડામાંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની પાસેથી વેક્સિન ભરેલા ડોઝ ઉકરડામાંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી.

સહાય માટે આટલું કરવું પડશે

  • મેડિકલ સર્ટિફિકેટ ફોર કોસ ઓફ ડેથ એમસીસીડી મેળવવા માટે મૃતકના કુટુંબ સભ્યોએ મૃત્યુનો બનાવ જે વિસ્તારમાં બન્યો હોય તે વિસ્તારના જન્મ-મરણ નોંધણી અધિકારીને અરજી કરવાની રહેશે.
  • જન્મનોંધણી રજિસ્ટાર અરજી મળ્યે ફોર્મ-4 કે 4-એઉપલબ્ધ હોય તેની નકલ પ્રમાણિત કરી આપશે.
  • જો મૃતક પાસે મૃત્યુ પામ્યાના કારણનું સર્ટી ન હોય અને મરણના કારણ અંગે મૃતક કુટુંબના સભ્યને સંતોષ ન હોયતો કોરોનાથી મૃત્યુનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા જિલ્લાકલેક્ટર સમક્ષ પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...