તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:દૂધરેજ વડવાળા મંદિરે કોરોનાના વધતા જતા કહેર સામે કોરોના આઇશોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
દૂધરેજ વડવાળા મંદિરે કોરોનાના વધતા જતા કહેર સામે કોરોના આઇશોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું - Divya Bhaskar
દૂધરેજ વડવાળા મંદિરે કોરોનાના વધતા જતા કહેર સામે કોરોના આઇશોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું
 • 50 બેડની સુવિધાઓવાળુ આઇશોલેશન સેન્ટર શરૂ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે કોરોનાના હોમ આઇશોલેટેડ દર્દીઓ માટે દુધરેજ વડવાળા મંદિરે તથા ઝાલાવાડ રબારી સમાજ દ્વારા બેડ, દવા, અને મેડિકલ કેર જેવી સુવિધા આપવાની પહેલ કરવામાં આવી છે. જેમાં દુધરેજ કેનાલ પાસે વડવાળા મંદિર ટ્રસ્ટની કન્યા છાત્રાલયમાં મહંત કનીરામજી બાપુની ઉપસ્થિતિમાં 50 બેડની સુવિધાઓ સાથેનું કોવિડ સુવિધા કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

સેન્ટરમાં મેડિકલની સુવિધા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી રહી છે

સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે આવેલા પ્રસિદ્ધ વડવાળા મંદિર ખાતે 1લી મે ગુજરાતનાં સ્થાપના દિવસ નિમિત્તે કોરોનાના દર્દીઓ માટે હોમ આઇશોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતુ. આ અદ્યતન કોવિડ કેર સેન્ટરમાં દુધરેજ વડવાળા મંદિર દ્વારા દર્દીઓને આઇશોલેટ થવાની સાથે જમવા અને મેડિકલની સુવિધા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં કોઠારી મુકુંદરામજી બાપુ, સંત ગણ, સમાજના આગેવાનો અને ડોક્ટરોની ઉપસ્થિતિમાં 50 બેડની સુવિધા સાથે અદ્યતન કોવિડ કેર સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો