તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું, આજે નવા કોરોના પોઝિટિવના 105 કેસ આવ્યા, 3 દર્દીઓના મોત થયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું, આજે નવા કોરોના પોઝિટિવના 105 કેસ આવ્યા, 3 દર્દીઓના મોત થયા - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું, આજે નવા કોરોના પોઝિટિવના 105 કેસ આવ્યા, 3 દર્દીઓના મોત થયા
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 6552 પર પહોચ્યોં

સુરેન્દ્રનગર જિલ્લાંમાં કોરોના આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં વધુ 105 કેસોનો રવિવારે ઉમેરો થયો હતો. આથી જિલ્લામાં કોરોના કેસ કુલ છ હજારને પાર પહોંચીને 6552ની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં ચિંતાની વાત એ કે, રવિવારે સારવાર દરમિયાન 3 કોરોના દર્દીઓના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 431 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. ભારત દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વ્યાપવા સાથે ગુજરાતમાં દિન-પ્રતિદીન કોરોના કેસ સામે આવતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે. આજે રવિવારે 105 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 105 પોઝીટીવ કેસોના ઉમેરા સાથે સાથે કુલ 6552 પર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો હતો. જ્યારે રવિવારે દુ:ખદ સમાચાર એ રહ્યા હતા કે, રવિવારે સારવાર દરમિયાન 3 કોરોના દર્દીઓના મોતની ઘટના બનતા મૃતક આંક 431 પર પહોચ્યોં હતો.

આ ઉપરાંત એક પણ દર્દી રવિવાર સાજા ન થતા કુલ કોરોના મુક્ત આંક 3300 પર પહોચ્યોં હતો. આમ વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...