તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું, આજે કોરોના પોઝિટિવના નવા 90 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત થયુ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું, આજે કોરોના પોઝિટિવના નવા 90 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત થયુ - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું, આજે કોરોના પોઝિટિવના નવા 90 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત થયુ
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 7023 પર પહોચ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં વધુ 90 કેસોનો શુક્રવારે ઉમેરો થયો છે. આથી જિલ્લામાં કોરોના કેસનો આંકડો સાત હજારને પાર પહોંચીને 7023ની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં ચિંતાની વાત એ કે, શુક્રવારે સારવાર દરમિયાન 1 કોરોના દર્દીના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 446 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે.

કોરોનાથી મુત્યુ પામતા દર્દીઓની સંખ્યા 446 થઇ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે. આજે શુક્રવારે 90 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 90 પોઝિટિવ કેસોના ઉમેરા સાથે સાથે કુલ 7023 પર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો હતો. જ્યારે શુક્રવારે દુ:ખદ સમાચાર એ રહ્યા હતા કે, શુક્રવારે સારવાર દરમિયાન 1 કોરોના દર્દીના મોતની ઘટના બનતા મૃતક આંક 446 પર પહોચ્યો છે.

આમ વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...