તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના હાંફ્યો, જિલ્લામાં આજે એકપણ કેસ નહીં, 11 દર્દી ડીસ્ચાર્જ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના હાંફ્યો, જિલ્લામાં આજે એકપણ કેસ નહીં, 11 દર્દી ડીસ્ચાર્જ - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના હાંફ્યો, જિલ્લામાં આજે એકપણ કેસ નહીં, 11 દર્દી ડીસ્ચાર્જ
  • જિલ્લામાં છેલ્લા 19 દિવસમાં કોરોનાથી એકપણ મોત નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી જોરદાર ઘટાડો નહીં પણ આજે સમખાવા પુરતો એક પણ કેસ ન નોંધાતા જિલ્લામાં કોરોના કેસનો આંકડો સાત હજારને પાર પહોંચીને 7379ની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં સુખદ વાત એ કે, બુધવારે પણ સારવાર દરમિયાન એક પણ દર્દીના મોતની ઘટના બનવા પામી નથી. છેલ્લા 19 દિ'થી એક પણ મોત નહીં નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 446 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નહોતો આથી 7379પર પોઝિટિવ કેસોનો આંક સ્થિર રહ્યોં છે. જ્યારે આજે સારવાર દરમિયાન એક પણ કોરોના દર્દીના મોતની ઘટના ન બનતા મૃતક આંક 446 પર સ્થિર રહ્યો છે. જ્યારે આજે 11 કોરોના દર્દીઓને સારવાર દરમિયાન રજા મળતા કોરોના મુક્ત દર્દીઓનો આંકડો 7226એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...