તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસમાં ફરી ઉછાળો, જિલ્લામાં આજે કોરોનાના 9 કેસ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસમાં ફરી ઉછાળો, જિલ્લામાં આજે કોરોનાના 9 કેસ - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસમાં ફરી ઉછાળો, જિલ્લામાં આજે કોરોનાના 9 કેસ
  • જિલ્લામાં છેલ્લા 24 દિવસમાં કોરોનાથી એક પણ મોત નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી વધારો નોંધાયો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના નવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના કેસનો આંકડો સાત હજારને પાર પહોંચીને સાત હજાર 392ની સપાટીએ પહોંચ્યોં હતો. જેમાં સુખદ વાત એ કે, સોમવારે પણ સારવાર દરમિયાન એક પણ દર્દીના મોતની ઘટના બનવા પામી નથી. છેલ્લા 24 દિવસથી એક પણ મોત નહીં નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 446 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. જિલ્લામાં આજે કોરોનાના નવ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો સાત હજાર 391એ પહોંચ્યોં છે. જ્યારે આજે સારવાર દરમિયાન એક પણ કોરોના દર્દીના મોતની ઘટના ન બનતા મૃતક આંક 446 પર સ્થિર રહ્યો છે. જ્યારે કોરોના મુક્ત દર્દીઓનો આંકડો સાત હજાર 278એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...