તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ઝાલાવાડમાં 10 દિવસમાં 17.3 ટકા કોરોનાના કેસ વધ્યા : લીંબડી સજ્જડ બંધ રહ્યું, 750એ રસી લીધી

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોના ફેલાતો અટકાવવા લીંબડીમાં શુક્રવારે સજ્જડ બંધ પળાયો હતો. સંતોની હાજરીમાં રસીકરણ કરાયું હતું. - Divya Bhaskar
કોરોના ફેલાતો અટકાવવા લીંબડીમાં શુક્રવારે સજ્જડ બંધ પળાયો હતો. સંતોની હાજરીમાં રસીકરણ કરાયું હતું.
 • જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના 14 કેસ : હોસ્પિટલમાં દાખલ 23માંથી 9 દર્દી ઓક્સિજન પર

જિલ્લામાં સતત બીજા દિવસે શુક્રવારે વધુ 14 કેસ નોંધાયા હતા. બીજા તબક્કામાં કોરોના તેજ ગતિએ વધી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં સતત 10 થી વધુ દિવસો સુધી એક પણ કેસ નોંધાતો ન હતો. પરંતુ છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલા અને નહી નોંધાયેલા કુલ કેસની સંખ્યા જોઇએ તો 13 માર્ચથી 22 માર્ચ સુધીના 10 દિવસમાં કોરોનાના 45 કેસ નોંધાયા હતા. જ્યારે 23 માર્ચથી 1 એપ્રિલ સુધી સુધીના 10 દિવસમાં કોરોનાના કેસ 173 થઇ ગયા છે.

જે જોતા માત્ર 10 દિવસમાં જ કેસમાં 17.3 ટકાનો વધારો થઇ ગયો છે. વધી રહેલા કેસની ધ્યાને લઇને તંત્ર દ્વારા એક સાથે 250 દર્દીઓને સારવાર આપી શકાય તેટલા બેડની વ્યવસ્થા કરી રાખી છે. હાલના સમયે 23 દર્દીઓ સારવારમાં છે. જયારે 9 દર્દીઓ એવા છે કે જેમને ઓક્સિજનની જરૂર પડે છે પરંતુ તેમની તબીયત ગંભીર ન હોવાનું તંત્રે જણાવ્યંુ હતું. વર્તમાન સમયે કોરોનાના જે કેસ આવી રહ્યા છે તેમાં સૌથી વધુ લોકો હોમ કોરોન્ટાઇન થયા છે. હાલના સમયે 85 કોરોના પોઝિટિવ દર્દી હોમ કોરોન્ટાઈન થયા છે. વર્તમાન સમયે જે કેસ આવી રહ્યા તેમની તબીયત ગંભીર હોય તેવા બહુ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. અને આથી જ આવા દર્દીઓ પોતાના ઘરે જ હોમ કોરોન્ટાઇન થાય તે હિતાવહ છે .

 • જિલ્લામાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી 250 બેડની સગવડ કરાઈ
 • 85 હોમ ક્વોરન્ટાઇન, મોટા ભાગના દર્દીઓ ઘરે સારવાર હેઠળ
 • ચેપ ન લાગે માટે ઓછી અસરવાળા દર્દીઓ હોમ કોરોન્ટાઇન થાય તે હિતાવહ

જિલ્લામાં 2741 લોકોને રસી અપાઈ
કોરોનાની અસરને ઓછી કરવા માટે રસી ખુબ જ જરૂરી છે. અને આથી જ વધુમાં વધુ લોકો રસી લે તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યુ છે. છતા હજુ પણ ઘણા લોકો રસી લેતા ડરી રહ્યા છે. શુક્રવારે જિલ્લામાં કુલ 2741 લોકોને રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો