તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ફરી હાંફ્યો, જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નહી

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ફરી હાંફ્યો, જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નહી - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ફરી હાંફ્યો, જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નહી
  • જિલ્લામાં છેલ્લા 23 દિવસમાં કોરોનાથી એક પણ મોત નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી જોરદાર ઘટાડો નોંધાયો છે. આજે સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના પોઝિટિવના એક પણ કેસ ન નોંધાતા જિલ્લામાં કોરોના કેસનો આંકડો સાત હજારને પાર પહોંચીને 7382ની સપાટીએ સ્થિર રહ્યોં હતો. જેમાં સુખદ વાત એ કે, રવિવારે પણ સારવાર દરમિયાન એક પણ દર્દીના મોતની ઘટના બનવા પામી નથી. છેલ્લા 23 દિ'થી એક પણ મોત નહીં નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 446 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. જિલ્લામાં આજે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા જીલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 7382એ સ્થિર રહ્યોં છે. જ્યારે આજે સારવાર દરમિયાન એક પણ કોરોના દર્દીના મોતની ઘટના ન બનતા મૃતક આંક 446 પર સ્થિર રહ્યો છે. જ્યારે કોરોના મુક્ત દર્દીઓનો આંકડો 7262એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...