કોરોનાનો કહેર:વઢવાણ મામલતદાર સહિત 44ને કોરોનાઃ લખતરના કેશરીયાના દર્દીનું શંકાસ્પદ મોત, 64 દર્દીઓ કોરોનામુક્ત થયા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ મામલતદાર અને સેવાસદનના 7 કર્મીને કોરોના પોઝીટીવ આવતાં મામલતદાર અને પ્રાંત કચેરી તા.19 સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યારે લખતર મામલતદાર કચેરીના 3 કર્મચારીઓ કોરોના પોઝિટિવ - Divya Bhaskar
વઢવાણ મામલતદાર અને સેવાસદનના 7 કર્મીને કોરોના પોઝીટીવ આવતાં મામલતદાર અને પ્રાંત કચેરી તા.19 સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યારે લખતર મામલતદાર કચેરીના 3 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
  • સુરેન્દ્રનગરમાં 14, લખતર-ચોટીલામાં 10-10, ચૂડામાં 3, સાયલા અને પાટડીમાં 2-2, ધ્રાંગધ્રા-લીંબડી-થાનમાં 1-1 કેસ

જિલ્લાની સરકારી કચેરીઓમાં હવે કોરોના પ્રવેશ્યો છે.વઢવાણ મામલતદારને કોરોના ધ્યાને આવ્યો છે. વઢવાણ અને લખતરની સરકારી કચેરીઓમાં કોરોનાના કેસ આવતા બન્ને કચેરીઓમાં તા. 19 સુધી બંધ રખાઇ છે. મંગળવારે સુરેન્દ્રનગરમાં 14, લખતરમાં 10, ચોટીલામાં 10, ચૂડામાં 3, સાયલા અને પાટડીમાં 2-2, ધ્રાંગધ્રા-લીંબડી-થાનમાં 1-1 કેસ સહિત જિલ્લામાં કુલ 44 કોરોનાના કેસ નોંધાયા છે. જયારે લખતરના દર્દીનું ગાંધી હોસ્પિટલમાં શંકાસ્પદ મોત થયુ છે. જિલ્લાનું કોરોના મીટર 1713 પર પહોંચ્યુ છે. જયારે હોમ આઇસોલેટ થયેલા વધુ 64 દર્દીઓ કોરોના મુકત થયા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના સંક્રમીત થયેલા દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા હતા. જેમાંથી વધુ 64 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હજુ પણ 101 કોરોનાના દર્દીઓ હોમ આઇસોલેટ છે.

વઢવાણ, લખતરની કચેરી 5 દિવસ બંધ
વઢવાણ મામલતદાર અને સેવાસદનના 7 કર્મીને કોરોના પોઝીટીવ આવતાં મામલતદાર અને પ્રાંત કચેરી તા.19 સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યારે લખતર મામલતદાર કચેરીના 3 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા લખતર મામલતદાર કચેરી પણ તા. 19 સુધી બંધ રખાઇ છે. પરંતુ કચેરીમાં અતિ આવશ્યક સેવાઓ શરૂ રહેનાર હોવાનું મામલતદાર ડો.વી.બી.પટેલે જણાવ્યુ હતુ. જયારે લખતરના કેશરીયા જયંતિભાઈ ઝરવરિયાનુ ગાંધી હોસ્પિટલમાં શંકાસ્પદ મોત થયું છે.

લીંબડી સબજેલના કેદીઓના બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીને કોરોનાનો ચેપ લાગ્યો
લીંબડી સબ જેલના 39 કેદીને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેમાંથી 16 કેદીઓને સુરેન્દ્રનગર કોવીડ સેન્ટર લવાયા હતા. જેઓનો મંગળવારે ફરી રીપોર્ટ કરાયો હતો. જેમાંથી 1 પોઝીટીવ અને 15 નેગેટીવ આવ્યા હતા. જયારે બંદોબસ્તમાં રહેલ એક પોલીસ કર્મી સહિત સુરેન્દ્રનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 5 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે લીંબડી સબ જેલના લીંબડી કોવીડ સેન્ટરમાં રહેલા 23 કેદીઓનો બુધવારે ફરી ટેસ્ટ કરાશે.

5 તાલુકામાં 10 લોકો કોરોના સંક્રમિત થયા
ચૂડા તાલુકાના જેપર, જોબાળા અને લાલીયાદમાં 1-1 પોઝીટીવ કેસ નોંધાયા છે. ધ્રાંગધ્રાના મોટા અંકેવાળીયામાં 1, લીંબડીમાં 1, પાટડીના વણોદમાં 1, ઝાડીયાણામાં 1, સાયલાના નોલીમાં 1, સુદામડામાં 1, થાનગઢમાં 1 કેસ કોરોનાના નોંધાયા છે.જ્યારે ચોટીલા શહેરમાં 5 અને ગ્રામ્ય પંથકમાં 5 સહિત કોરોનાના 10 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

અન્ય સમાચારો પણ છે...