બેઠક:મૂળીમાં સંકલન બેઠક તાલુકાનાં ગામડામાં પાણી પહોંચાડો; પ્રાંત અધિકારી

મૂળી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકા પંચાયત ઓફીસ ખાતે બુધવારે પ્રાંત અધિકારીની હાજરીમાં સંકલન બેઠકનું આયોજન કરાયું હતું. જેમા સમગ્ર વિભાગનાં કર્મચારીઓને ઉપસ્થિતિ રહેવા આદેશ કરાયો હતો. અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવા, આધારકાર્ડની કામગીરી શરૂ કરવા સહિત લોકલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા આદેશ કરાયો હતો.જિલ્લાના તાલુકાનો વિકાસ સારી રીતે થઇ શકે તેમજ એકબીજાને પડતી સમસ્યા હળવી કરી પ્રજાલક્ષી કામો થઇ શકે તે માટે સંકલન બેઠકનું આયોજન કરાતું હોય છે.

મૂળી તાલુકા પંચાયત કચેરી ખાતે બુધવારે પ્રાંત અધિકારી દેસાઇ મામલતદાર આર.એસ. લાવડીયા અને ટીડીઓ કલ્પેશદાન ગઢવીની હાજરીમાં બપોરે 12 વાગ્યે સંકલનની બેઠકનું આયોજન કરાયું હતંુ. જેમાં સ્થાનિક અગ્રણી દ્વારા વિવિધ પ્રશ્નોની ઝડી વર્ષી હતી. સરલા તેમજ સુજાનગઢ ગામે પાણી પહોંચાડવા તેમજ આધારાકાર્ડની કામગીરી શરૂ કરવા સાથે પાણી ચોરી બંધ કરાવવા સહિત તમામ વિભાગોને પ્રજાલક્ષી કામો કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપ પ્રમુખ અનિરુદ્ધસિંહ પરમાર, મહિપતસિંહ પઢિયાર સહિતનાં અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...