અગરીયાઓનું સંમેલન:પાટડીમાં સંમેલન મળ્યું, રણમાં વાછડાદાદાની જગ્યામાં અગરિયા કેન્દ્ર શરૂ કરવા રજૂઆત કરાઇ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં સંમેલન મળ્યું, રણમાં વાછડાદાદાની જગ્યામાં અગરિયા કેન્દ્ર શરૂ કરવા રજૂઆત કરાઇ - Divya Bhaskar
પાટડીમાં સંમેલન મળ્યું, રણમાં વાછડાદાદાની જગ્યામાં અગરિયા કેન્દ્ર શરૂ કરવા રજૂઆત કરાઇ
  • ચામડીના રોગ અંગે જે વધારાની દવાઓની જરૂર પડશે તે માટે જિલ્લા આરોગ્ય સોસાયટી દ્વારા પૂરું પાડવામાં આવશે

પાટડીમાં મીઠું પકવતા અગરીયાનું ભવ્ય સંમેલન યોજાયું હતુ. જેમાં અગરિયા સમુદાય અને આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, અને પાણી વિભાગના અધીકારીઓએ હાજર રહી રણ માટેની વિવિધ યોજનાઓની સવિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં રણમાં વાછડાદાદાની જગ્યામાં અગરિયા કેન્દ્ર શરૂ કરવાની રજૂઆત કરાઇ હતી.

સોમવારે પાટડી અગરિયા હિતરક્ષક મંચની ઓફિસ પર અગરિયા સમુદાય અને આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, અને પાણી વિભાગના અધીકારીઓ સાથે બેઠકનું આયોજન થયું તેમાં વિવિધ ગામોમાંથી અગરિયા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. બેઠકના શરુઆતમાં પ્રાંત કલેક્ટર ઋતુરાજસિંહ જાદવ દ્વારા સંબોધન કર્યું તેમણે કહ્યું કે સીઝનની શરૂઆતમાં દરેક વિભાગ સાથે તેમના આયોજનની સમીક્ષા કરશે. તેમજ રણની અંદર પણ એક મિટિંગ ગોઠવવામાં આવશે.

આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર ચારુમતીબેન તેમજ ડોક્ટર નમ્રતાબેન પટેલ દ્વારા તેમના આયોજન રજુઆત કરવામાં આવી કે હવે મહિલા ડોક્ટર રણની નિયમિત મુલાકાત લેશે. તેમાં જે ચામડીના રોગ અંગે જે વધારાની દવાઓની જરૂર પડશે તે માટે જિલ્લા આરોગ્ય સોસાયટી દ્વારા પૂરું પાડવામાં આવશે. તેમજ રણ આશા વર્કરની નિમણૂક અને તેમને તાલીમનું આયોજન પણ થશે. વાછડાદાદા બેટ પર એક અગરિયા આરોગ્ય કેન્દ્ર ઉભું કરવાની રજુઆત થઈ છે અને તેમાં બેઠકમાં ઉપસ્થિત તાલુકા પ્રમુખ દ્વારા પણ બાંહેધરી આપી કે આ આરોગ્યનું આયોજન કાર્યાન્વિત થાય તે માટે યોગ્ય તે કરશે.

પાણી વિભાગના અધિકારી જી.એન.પટેલે જણાવ્યું કે, આ વખતે પાઇપલાઇન અને ટ્રેક્ટર માઉન્ટેડ ટેન્કરથી પાણી પૂરું પાડવાની રજુઆત તાલુકા સંકલન સમિતિમાં થઈ તે અંગે ઠરાવ પણ થયો છે. સીઝનની શરૂઆતમાં આ વ્યવસ્થા થાય તો અગરીયાઓને ખાનગી ટેન્કરો નહીં બંધાવવા પડે. પાણી માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવવા અગરિયાઓએ રજુઆત કરી હતી. આંગણવાડી વિભાગ દ્વારા રણમાં આંગણવાડી કાર્યકરની નિમણૂંક કરવામાં આવશે અને તેમાં પોષણ આહાર અને અન્ય સેવાઓ મળશે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. તેમાં તેડાગર બહેનોની નિમણૂક અંગે સૂચન બચુભાઈ , ઠાકરસીભાઈ, હસુભાઈ અને અન્ય અગરિયા આગેવાનોએ સૂચનો આપ્યા હતા.

શિક્ષણ વિભાગ દ્વારા રણ શાળાની સાથે સાથે ત્રણ હોસ્ટેલમાં અગરીયા સમુદાયને જોડાવવા અપીલ કરી હતી. 5 ધોરણ પછીના બાળકો, બાળકીઓ હોસ્ટેલમાં રહે તે જરૂરી છે. હોસ્ટેલ વ્યવસ્થામાં જમવાની, રહેવાની વ્યવસ્થા અંગે જે સુધારો કરવાની જારૂર છે તે માટે સરકારનો વિભાગ તૈયાર છે તેવું SSAના જિલ્લા કો.ઓર્ડિનેટર પુનાભાઈ વકાતરે જણાવ્યું હતુ. જ્યારે દસાડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ ડોડીયા દ્વારા અગરિયાઓને બાહેંધરી આપી હતી કે, રણમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડીના યોજનાઓમાં અગરીયા સમુદાયના સૂચનો મુજબ ફેરફાર કરાશે.

નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલા દ્વારા આ વર્ષે નિશાળો શરૂ થાય ત્યારે દ્વારા મધ્યાહન ભોજનની વ્યવસ્થા તાત્કાલિક શરૂ થાય તેની બાહેંધરી આપી હતી. કાર્યક્રમના અંતમાં હરીણેશભાઈ પંડ્યા દ્વારા રણ સરોવર અને સોલ્ટ ઝોન જેવી બાબતો માહિતી અધિકાર અગરીયા સમુદાય માટે એક સંકટ જેવી છે તે અંગે અગરિયાઓએ સાવધાન થઈ જવું જોઈએ.અને ગ્રામસભા દ્વારા અગરીયાના આજીવિકાને રક્ષણ મળે, જમીન અધિકાર મળે તેવી રજૂઆતો કરવી જોઈએ તેમ કહ્યું હતુ. અને આવનારા દિવસોમાં રણમાં પણ જુદા જુદા વિભાગો દ્વારા મિટિંગ ગોઠવવામાં આવશે એમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...