વઢવાણ માર્કેટીંગયાર્ડની ચૂંટણી જાહેર થતા વિવાદો જાહેરમાં આવી રહ્યા છે.ત્યારે મતદાર યાદીમાં મંડળીઓના ખેડૂત સભા સદો અને વેપારી મતદારયાદીમાં મંડળીઓના ખેડૂત સભાસદો અને વેપારી મતદારોમાં ઘાલમેલના આક્ષેપો સાથે રજૂઆતોનો દૌર શરૂ થયો છે. જેમાં અમુક મંડળીના મામલો કોર્ટમાં અને ધિરાણ ન હોવાની રાવ સાથે મતદાર યાદી બાબતે રજૂઆતો થઇ છે.જ્યારે ભાજપ પક્ષના મોવડી મંડળ પાસે મામલે પહોંચતા ગરમાવો ફેલાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટી અને કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરતુ વઢવાણ માર્કેટીંગયાર્ડ છે.
વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં 16 ડિરેક્ટરોની ચૂ઼ટણી જાહેર થઇ છે. જેમાં 10 સીટ પર ખેડૂત વિભાગના સહકારી મંડળીઓની મહત્વની ભુમીકા ભજવે તેમ છે. આથી મતદાર યાદીમાં સમાવેશ કરવાના મામલે વિવાદ શરૂ થયો છે. જ્યારે વેપારી વિભાગમાં મોટાભાગના વેપારીઓના નામ કાઢી નાંખ્યાની રાવ ઉઠી છે. આ મામલે ભાજપના સહકારી આગેવાનો વજુભાઇ મુખી, વનરાજભાઇ પરમાર, વજુભા રાઠોડ સાથે આગેવાનો ભાજપ મોવડી મંડળને રજૂઆત કરી છે. આથી જિલ્લા પ્રભારી નિતીન નિતિન ભારદ્વાજ, જિલ્લા પ્રમુખ જગદીશભાઇ મકવાણાએ રજૂઆત સાંભળી હતી.
વઢવાણ માર્કેટીંગયાર્ડમાં ભાજપના બે જુથોએ બાંયો ચડાવતા વિધાનસભા ચૂંટણીને અસર થાય તેમ છે. આથી ભાજપ મોવડી મંડળ પણ સમાધાન સાથે પરીણામ અંગે મુંઝવણમાં મુકાયુ છે. આ દરમિયાન મંડળીનો મામલો કોર્ટમાં અને ધિરાણ ન હોવાથી રાવ સાથે મતદારયાદીમાં નામ કમી કરવાની લેખિત રજૂઆત કરાઇ છે.
15થી વધુ મંડળીઓ સામે વિરોધ
વઢવાણ માર્કેટીંગયાર્ડમાં 30 થી વધુ મંડળીઓ મતદાર યાદીમાં સમાવિષ્ટ છે.આ પૈકી 15થી વધુ મંડળીઓ સામે વાંધા સાથે વિરોધ કરાયો છે.જેમાં અમુક મંડળીઓના મામલો કોર્ટમાં પહોંચ્યો છે.જ્યારે અમુક મંડળીઓએ ધિરાણ ન લીધાની રાવ ઉઠી છે.ત્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો પર 200 જેટલા મતદાર આ મંડળીઓના હોવાથી ચૂંટણી પર અસર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.