તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે વહેલી સવારના હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક અમદાવાદ-કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે 20 જેટલા ઘેટાં પર ફેરવી દેતા 17 ઘેટાના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ ઘેટાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કન્ટેનર ચાલકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશુપાલકે વળતરની માગ કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા મશરૂભાઈ માંડણભાઈ ભરવાડ અને દેવા ભાઈ રુખડભાઈ આજે સવારના પોતાના ઘેટાંઓને લઈ ચારવા માટે જઈ રહ્યા હતા ત્યારે કચ્છ અમદાવાદ હાઈવે પર બે જવાબદારીપૂર્વક પુરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે ઘેટાંઓને અડફેટે લીધા હતા જેમાં 17 ઘેટાંના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ જેટલા ઘેટાં ગંભીર રીતે ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ કન્ટેનર ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ પશુપાલકો દ્વારા પોતાની આજીવિકા જેના પર નિર્ભર હતી તે ઘેંટાઓના મોત નિપજતા રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.