હુકમ:ગ્રાહક સુરક્ષા ફોરમનો ઈન્શ્યોરન્સ કંપનીને અરજદારને 7 ટકા વ્યાજ સહિત રકમ આપવા હુકમ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના વ્યક્તિની તબિયત બગડતા રાજકોટ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જેનો મેડિક્લેમ રૂ.87,910નો તેઓએ ઈન્શ્યોરન્સ કંપનીને આપ્યો હતો. સામે વીમા કંપનીએ 68,114 ચૂકવતા ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો હતો. જેમાં કોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને વ્યાસ સાથે રકમ ચૂકવવા અને માનસીક ત્રાસ તાથા ખર્ચની રકમ આપવા હુકમ કર્યો હતો.

સુરેન્દ્રનગરમાં રહેતા ભાવીનભાઇ ઠક્કરે ધી ન્યુ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાંથી મેડીક્લેમ પોલીસી લીધી હતી. તેઓને 15-5-21ના રોજ છાતીમાં દુખાવો અને ગભરામણ થતા અને ઓક્સિજન લેવલ ઘટતા રાજકોટ ગીરીરાજ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવારનો કુલ ખર્ચ રૂ.87,910 થયો હતો.જેનો ક્લેઇમ તેઓએ વીમા કંપનીને કર્યો હતો.

જેની સામે વીમા કંપનીએ રૂ.68,114 ચૂકવતા ભાવીનભાઇ ઠક્કરે વકીલ અંકીતભાઇ કોઠારી મારફત ગ્રાહક સુરક્ષા ફોરમ સુરેન્દ્રનગરમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં વકીલની દલીલને ધ્યાને લઇ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનર સુરેન્દ્રનગર પ્રમુખ એ.પી.કંસારા તથા સભ્ય કુ.અર્ચનાબેન પંડ્યા અને સભ્ય સંજયકુમાર વાઘેલાએ ફરિયાદીની અંશત: મંજૂર કરી ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીને રૂ.19,346 કેસ દાખલ થયાથી 7 ટકા ચડત વ્યાજ સાથે તેમજ માનસીક ત્રાસના વળતર પેટે રૂ.2000 અને ફરિયાદ ખર્ચના 1000 ચુકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...