તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ ગ્રાસે મક્ષિકા:સરકારી કચેરીઓ શરૂ થયાના પહેલા દિવસે જ કનેક્ટિવિટી ખોરવાઇ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર આરટીઓએ કનેક્ટિવિટી ન હોવાથી અરજદારોને પરત ફરવુ પડ્યું. - Divya Bhaskar
સુરેન્દ્રનગર આરટીઓએ કનેક્ટિવિટી ન હોવાથી અરજદારોને પરત ફરવુ પડ્યું.
  • આરટીઓ કચેરી, મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્રે આવેલા અરજદારોને ધરમધક્કો થતાં રોષ ફેલાયો

ગુજરાત રાજ્ય સરકારે કોરોના કેસ ઓછા થતા તમામ સરકારી કચેરીઓ સોમવારથી ખુલ્લી રાખવાની સુચના આપતા સુરેન્દ્રનગર જિલ્લાની કચેરીઓ પણ ખુલી હતી.પરંતુ કચેરીઓ ખૂલ્યાના પ્રથમ દિવસે જ કચેરીઓના સર્વર ડાઉન રહેતા પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ સર્જાયો હતો. જેમાં સુરેન્દ્રનગર શહેરની મામલતદાર કચેરીએ જનસેવા કેન્દ્ર ખુલતા જાતી દાખલા કઢાવવા, 7 -12 દખલા સહિતના કામો માટે અરજદારો આવ્યા હતા. પરંતુ સર્વર બંધ હોવાથી પરત ફરવુ પડતા રોષની લાગણી ફેલાઇ હતી.

આરટીઓ કચેરીએ નવાલાયસન્સ, જુના રીન્યુ સહિતના કામો માટે આવેલા લોકોને પણ સર્વર બંધ હોવાના કારણે વીલા મોએ પરત ફરવુ પડતા રોષ ફેલાયો હતો. આ અંગે ભરતભાઇ, અમીનભાઇ, જીવીબેન, સવિતાબેન સહિતનાઓએ જણાવ્યુ કે કોરોના કાળ બાદ કચેરીઓ શરૂ થતા અમારા કામો થશે તેવી આશાએ અમો અહીં પૈસા ખર્ચીને આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...