વિરોધ પ્રદર્શન:પેટ્રોલ-ડિઝલના ભાવવધારા મુદ્દે જિલ્લામાં કોંગ્રેસના દેખાવ, સૂત્રોચ્ચાર

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર - Divya Bhaskar
સુરેન્દ્રનગર
  • કેન્દ્ર સરકારે 5 માસમાં 43 વખત ભાવવધારો કર્યો, સુરેન્દ્રનગરમાં કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી
  • ઈંધણનો આ ભાવ વધારો કોરોનાના મારમાંથી માંડ બેઠી થતી પ્રજા પર વજ્રધાત સમાન છે : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે મોંઘવારી અને ડીઝલ પેટ્રોલ ના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, સુરેન્દ્રનગર સમિતિ શહેર પ્રમુખ ગિરિરાજ સિંહ ઝાલા, જિલ્લા મુખ્ય પ્રવક્તા સાહિર સોલંકી, પ્રદેશ મંત્રી નિલેશભાઈ વાઘેલા, સુલેમાનભાઈ કુરેશી, વિપુલ મકવાણા, શોભનાબેન ગોવિંદિયા, સંદિપ મહેતા, પાદુભા, શાન જયપુરી તેમજ જિલ્લા, તાલુકા, શહેર સમિતિના હોદ્દેદારો અને તમામ સેલ સમિતિના હોદ્દેદારો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવવધારા સામે વિરોધ નોંધાવ્યો હતો.

લીંબડી
લીંબડી
પાટડી
પાટડી
ચૂડા
ચૂડા

ત્યારબાદ આ તમામની પોલીસ દ્વારા તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી કરાઈ હતી. કેન્દ્ર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો ઝીંકી દેવાય છે. ત્યારે એકબાજુ કોરોના મહામારીમાં લોકડાઉનના લીધે ધંધા રોજગાર બંધ રહ્યા હોવાથી સામાન્ય નાગરિકની કમર પહેલેથી જ તૂટેલી છે. ત્યારે હવે બીજી બાજુ સરકાર દ્વારા રોજે વધારવામાં આવતાં પેટ્રોલ અને ડિઝલના ભાવો લોકોને દઝાડી રહ્યાં છે. જેને ધ્યાને લઇને 11 જૂને સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...