તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 34 બેઠક માટે ભાજપમાંથી 152 અને કૉંગ્રેસના 150 જણાએ દાવેદારી કરી છે ત્યારે બંને પક્ષના મોવડીઓ પસંદગીની ભાંજગડમાં પડ્યા છે. જોકે બંને પક્ષે ઉમેદવાર જાહેર કરવા રણનીતિ ઘડી કાઢી છે. સત્તા જાળવી રાખવા કૉંગ્રેસે નવો દાવ ખેલ્યો છે, જેમાં ઉમેદવાર જાહેર કરવા માટે મતદારોની જ સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને મતદારો જેને પસંદ કરશે, તેને જ ટિકિટ અપાશે. કૉંગ્રેસમાં સૌથી વધુ સાયલામાં 11 જણાએ ટિકિટ માગી છે,
સામે પક્ષે ભાજપમાં લખતર, સીતાપુર, સવલાસ, શિયાણી બેઠક ઉપર સૌથી વધુ દાવેવારો છે. આથી જીતવામાં સરળ 26 જેટલી બેઠકના ઉમેદવારોનાં નામ 11 ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરશે જ્યારે કૉંગ્રેસ સાથે સીધી ટક્કર છે, તેવી બેઠકો પર કૉંગ્રેસ ઉમેદવાર જાહેર કરે, ત્યાર પછી ભાજપ પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરશે. કૉંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા માટે ભાજપ કોઈ કસર છોડવા માંગતો નથી અને આથી જ જનતાને સ્વીકાર્ય અને મજબૂત ઉમેદવારની પસંદગી કરશે.
ગત ચૂંટણી કરતા વધુ બેઠકોનું લક્ષ્ય છે
ગત ચૂંટણીમાં કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. આથી ગત ચૂંટણી કરતાં વધુ સીટો મેળવવાના લક્ષ્યાંક સાથે ટીમ તૈયાર છે. અમારો નહીં, તમારો ઉમેદવાર છે તે ભાવના જાગ્રત થાય તેવું આયોજન કરાયું છે.’ > રૈયાભાઇ રાઠોડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.