તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વિવિધ માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારીમાં ખોટી નીતિઓને કારણે લોકો મોતના મુખમાં ધકેલાતા હોવાની કોંગ્રેસની રાવ

ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના અણઘડ વહીવટ તેમજ સંકલનના અભાવ અને ખોટી નીતિઓને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા હોવાની રાવ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદન આપી વિવિધ માંગ કરી હતી. આવેદનમાં જણાવાયા મુજબ ગુજરાત સહિત સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ છે.

લોકોનાં જીવ બચાવવા માટે સરકાર પાસે વિવિધ માગણીઓ કરી હતી. આ આવેદનપત્રમાં ગિરીરાજસિંહ ઝાલા, વિપુલ જી.મકવાણા, સંદિપ મહેતા, મહેન્દ્ર બી.પરમાર, લાલભા ઝાલા, ચંદ્રવદન ચાવડા વગેરે જોડાયા હતા.

આટલી માગણીઓ

  • હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટરની વ્યવસ્થા કરો.
  • RT-PCR ટેસ્ટ માટે કીટ આપો, 24 કલાકમાં ટેસ્ટિંગ રિપોર્ટ આપો.
  • રેડમેસિવીર, દવાઓ તથા વેક્સિનેશન માટે ડોઝની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરો.
  • હોસ્પિટલોમાં મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરો.
અન્ય સમાચારો પણ છે...