તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીમાં ગઇકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી સમયે ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસનાં આગેવાન વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ કોંગ્રેસનાં આગેવાનના ઘર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો. જેથી કરીને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા આજે મોરબી શહેરના શનાળા રોડથી નહેરૂ ગેઇટ ચોક સુધીની મોન રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા. જોકે પોલીસ રેલીની મંજૂરી ન હોય રેલીને અટકાવી હતી.
મોરબી જિલ્લામાં 230 બેઠકો ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે તેને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગઇકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી સમયે ભાજપના વોર્ડ નંબર- 1ના ઉમેદવાર દેવભાઈ અવાડિયા અને કોંગ્રેસનાં વોર્ડ પ્રમુખ કનુભાઈ લાડવાને માથાકૂટ થઈ હતી જેમાં પોલીસ ફરિયાદી બની નહીં અને પ્રાંત અધિકારીની કચેરી પાસે જ પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો જેથી કરીને મોરબીનુ ચૂંટણી તંત્ર ભાજપ તરફી હોવાનો આક્ષેપ લગાવીને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ કગથરા, જયંતિભાઈ પટેલ સહિતનાઓની આગેવાનીમાં કોંગ્રેસનાં તમામ ઉમેદવારો કલેક્ટર કચેરીએ ગયા હતા અને ભયના માહોલ વચ્ચે જ જો ચૂંટણી યોજવાની હોય તો પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની ચીમકી ઉચ્ચારી હતી.
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ કગથરાએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે, તંદુરસ્ત લોકશાહી માટે તંત્ર નિષ્પક્ષ રીતે કામગીરી કરે તે જરૂરી છે અને પોલીસની હાજરીમાં પ્રાંત અધિકારીની કચેરી પાસે જે બનાવ બનેલ છે તેમાં પોલીસ ફરિયાદી બનીને કેમ કોઈ કામ કરતી નથી તેવો સવાલ કર્યો હતો અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તેમજ ભયનો માહોલ ઊભો કરીને આ વાતાવરણ વચ્ચે ચૂંટણી યોજાવાની હોય તો કોંગ્રેસનાં આગેવાનો કે જે ૨૫ વર્ષથી ભાજપની સામે લડી રહયા છે તે તંત્રની સામે નહિ લડી શકે તેવું કહીને તંત્ર નિષ્પક્ષ રીતે કામ કરે તેવી માંગ કરવામાં આવી હતી.
મોરબી કલેકટરે તત્કાલી એસપીને બોલાવીને જરૂરી સૂચના આપવાની ખાતરી આપી હતી જો કે, રજૂઆત બાદ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતનાએ મોરબી જિલ્લાની તમામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારોને પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટેનું આહવાન કર્યું હતું તેવામાં ગઇકાલે સાંજે કોંગ્રેસનાં આગેવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો જેથી કરીને આગામી દિવસોમાં ચૂંટણી કદાચ લોહી બને તેવી શ્ક્યતા હોવાથી આજે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા પાસેથી કોંગ્રેસનાં આગેવાનો દ્વારા મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલી નહેરૂ ગેઇટ ચોક પાસે પૂરી કરવાની હતી અને રેલી બાદ જિલ્લા કલેકટર સહિત જવાબદાર પોલીસવડા સહિતનાઓને આવેદનપત્ર પાઠવવાનું હતું. આ તકે મોરબી જિલ્લા ક્રોંગેસ પ્રમપખ લલીતભાઇ કગથરા, જયંતિભાઇ જેરાજભાઇ પટેલ, કે.ડી.પડસુંબીયા, એલ.એમ.કંઝારીયા, મહેશભાઇ રાજયગુરૂ, મહેન્દ્રસિંહ (રંગપર), દેવજીભાઇ પરેચા (ઘુંટું), ટીનાભાઇ લોરીયા, રમેશભાઇ રબારી સહીતના તમામ આગેવાનો અને જેતે બેઠકોના કોંગી ઉમેદવારો અને ટેકેદારો હાજર થઈ ગયા હતા. જોકે પોલીસ રેલીની મંજૂરી ન હોય રેલીને અટકાવી હતી.ચૂંટણીની આચાસહિતાના બહાને મૌનરેલીને મંજૂરી ન આપવામાં આવતા તંત્રની નીષ્પક્ષ કામગીરી સામે પણ સવાલો ખાડા થાય રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.