તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને સમર્થન:કૃષિ કાયદા પ્રમાણે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રેલી યોજી પ્રતિક ધરણા કર્યા

સુરેન્દ્રનર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું
 • સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

સુરેન્દ્રનગરમાં ખેડૂત વિરોધી કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇની આગેવાની કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચારો સાથે વિશાળ રેલી કાઢી રાષ્ટ્રપતિને ઉદેશીને લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.આ રેલીમાં ‘ખેડૂત વિરોધી કૃષિ કાયદા રદ કરો’ અને ‘હાય રે મોદી હાય હાય’ના ગગનભેદી નારા સાથે કલેક્ટર કચેરીએ લેખીત આવેદનપત્ર આપી કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરવાની માગ
કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરવાની માગ

કરોડો લોકોમાં ઉગ્ર વિરોધ-વંટોળ ભભૂકી ઉઠ્યો
આ કાર્યક્રમમાં કોંગ્રેસી કાર્યકરોને જણાવતા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇએ આક્રોશ સાથે જણાવ્યું કે, ખેડૂત વિરોધી કેન્દ્રની મોદી સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ જોહુકમીથી પસાર કરી દેશના 62 કરોડ ખેડૂતો અને ખેતમજૂરો સહિત મંડીના દુકાનદારો, મંડીના શ્રમિકો, કર્મચારીઓ અને નાના ટ્રાન્સપોર્ટરોમાં અને કરોડો લોકોમાં ઉગ્ર વિરોધ-વંટોળ ભભૂકી ઉઠ્યો છે. આ કાયદાથી દેશના અન્નદાતા એવા કિશાન અને ખેતમજૂરોની કાળી મજૂરી અને પરિશ્રમને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે રાખીને દેશમાં હરીત ક્રાંતિને ખતમ કરવાનો કારસો રચ્ચો છે.

કોંગ્રેસની આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાથમાં બેનરો સાથે હાજર રહ્યાં
કોંગ્રેસની આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાથમાં બેનરો સાથે હાજર રહ્યાં

કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા આ પ્રતિક ધરણા કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રસ પ્રમુખ રૈયાભાઇ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, ધારાસભ્ય રૂત્વીક મકવાણા, પૂર્વ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, મૂળીથી ધમભા અને લિંબડીથી ભગીરથસિંહ સહિતના કોંગ્રેસની આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાથમાં બેનરો સાથે હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો