સુરેન્દ્રનગરનું રસપ્રદ રાજકારણ:5 વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું ધોવાણ, તમામ સીટો પર ભાજપની જીત; આપ અને નોટા જીતનું મુખ્ય કારણ બન્યા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લો કોંગ્રેસ મુક્ત ભાજપ બનવાની સાથે મોદી લહેરની સાથે પાંચેય સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે 2017માં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ સીટો પર કોંગ્રેસને જીત મળી હતી, જ્યારે 2022માં 3 સીટો પર કોંગ્રેસ કરતા આપ આગળ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. ત્રણ સીટો પર આપ બીજા ક્રમે છે, તો આપ અને નોટા ભાજપની જીતનું મુખ્ય કારણ બન્યા છે.

દસાડા વિધાનસભામાં ભાજપનું જીતનું કારણ
દસાડા વિધાનસભા સીટ પર ભાજપના પી.કે.પરમારે કોંગ્રેસના નૌશાદ સોલંકીને 2,136 મતોની પાતળી સરસાઇથી હરાવ્યા છે. જેમાં પરિણામ બાદ દસાડા વિધાનસભામાં આપ અને નોટા ભાજપનું જીતનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામમાં ભાજપના પી.કે.પરમારને 75,743 મતો મળ્યાં છે. જ્યારે કોંગ્રેસના નૌશાદ સોલંકીને 73,607 મતો મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ સોલંકીને 10,060 મતો મળ્યાં છે. જ્યારે નોટાને 3,126 મતો મળ્યાં છે અને અપક્ષોને પણ 3,590 મતો મળ્યાં છે.

ધ્રાંગધ્રા હળવદમાં પણ આપ અને નોટા ભાજપનું જીતના કારણ
દસાડાની જેમ ધ્રાંગધ્રા વિધાનસભા સીટ પર ભાજપના પ્રકાશ વરમોરાએ કોંગ્રેસના છત્રસિંહ ગુંજરીયાને 32,395 મતોની હરાવ્યા છે. જેમાં પરિણામ બાદ ધ્રાંગધ્રા વિધાનસભામાં આપ અને નોટા ભાજપનું જીતનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામમાં ભાજપના પ્રકાશ વરમોરાને 1,01,956 મતો મળ્યાં છે. જ્યારે કોંગ્રેસના છત્રસિંહ ગુંજરીયાને 69,561 મતો મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીના વાઘજીભાઇને 27,586 મતો મળ્યાં છે. જ્યારે નોટાને 3,592 મતો મળ્યાં છે અને અપક્ષોને પણ 5,902 મતો મળ્યાં છે.

લીંબડીમાં AAPએ ભાજપને જીતાડવામાં ભૂમિકા ભજવી
સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા સીટ પર ભાજપના કિરીટસિંહ રાણાએ આપના મયુર સાકરિયાને 23,003 મતોની સરસાઇથી હરાવ્યા છે. જેમાં પરિણામ બાદ લીંબડી વિધાનસભામાં કોંગ્રેસ કરતા વધુ મત મેળવી આપે ભાજપને જીતાડવામાં ભૂમિકા ભજવી ભાજપનું જીતનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામમાં ભાજપના કિરીટસિંહ રાણાને 80,391 મતો મળ્યાં છે. જ્યારે આપના મયુર સાકરિયાને 57,388 મતો મળ્યાં છે. જ્યારે કોંગ્રેસના કલ્પનાબેન ધોરિયાને 32,322 મતો મળ્યાં છે. જ્યારે નોટાને 2,588 મતો મળ્યાં છે અને અપક્ષોને પણ 7,735 મતો મળ્યાં છે.​​​​​​​

ચોટીલામાં પણ આપ બીજા ક્રમે અને કોંગ્રેસ ત્રીજા ક્રમે
સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા વિધાનસભા સીટ પર ભાજપના શામજી ચૌહાણે આપના રાજુ કરપડાને 25,703 મતોની સરસાઇથી હરાવ્યા છે. જેમાં પરિણામ બાદ ચોટીલા વિધાનસભામાં કોંગ્રેસ કરતા વધુ મત મેળવી AAPએ ભાજપને જીતાડવામાં ભૂમિકા ભજવી ભાજપનું જીતનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામમાં ભાજપના શામજી ચૌહાણને 70,565 મતો મળ્યાં છે. જ્યારે AAPના રાજુ કરપડાને 44,862 મતો મળ્યાં છે. જ્યારે કોંગ્રેસના રુત્વિક મકવાણાને 42,888 મતો મળ્યાં છે. જ્યારે નોટાને 2,561 મતો મળ્યાં છે અને અપક્ષોને પણ 4,693 મતો મળ્યાં છે.​​​​​​​

વઢવાણમાં પણ આપ બીજા ક્રમે અને કોંગ્રેસ ત્રીજા ક્રમે
સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ વિધાનસભા સીટ પર ભાજપના જગદિશ મકવાણાએ આપના હિતેશ બજરંગને 65,189 મતોની પ્રચંડ સરસાઇથી હરાવ્યા છે. જેમાં પરિણામ બાદ વઢવાણ વિધાનસભામાં કોંગ્રેસ કરતા વધુ મત મેળવી AAPએ ભાજપને જીતાડવામાં ભૂમિકા ભજવી ભાજપનું જીતનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામમાં ભાજપના જગદિશ મકવાણાને 1,04,451 મતો મળ્યાં છે. જ્યારે આપના હિતેશ બજરંગને 39,262 મતો મળ્યાં છે. જ્યારે કોંગ્રેસના તરૂણ ગઢવીને માત્ર 22,009 મતો મળ્યાં છે. જ્યારે નોટાને 2,795 મતો મળ્યાં છે અને અપક્ષોને પણ 4,510 મતો મળ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...