ત્રિંપાખીયો જંગ ખેલવા તૈયાર:સુરેન્દ્રનગરની ત્રણ બેઠક પર કોંગ્રેસે ઉમેદવારના નામ જાહેર કર્યા, બે ધારાસભ્યો રિપીટ, લીંબડીમાં નવો ચહેરો

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા સીટ પર ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોત-પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. જ્યારે જિલ્લામાંથી કોંગ્રેસે હાલ ત્રણ ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં બે કોંગ્રેસના ધારાસભ્યો રિપીટ થયા છે. જ્યારે લીંબડીની વિધાનસભા સીટ ઉપર નવો ચહેરો જાહેર કર્યો છે. પરંતુ આ પણ કોંગ્રેસી છે અને અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યાં છે. આ વિધાનસભા સીટમા ભારે રસાકસી જામશે.

બે કોળી જ્ઞાતિના એક દલિત સમાજનો ઉમેદવાર
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે. ત્યારે ગુજરાતમાં ત્રિપાંખીયા જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ સુરેન્દ્રનગર જિલ્લાની તમામ પાંચેય વિધાનસભા સીટ પર ઉમેદવારોના નામો જાહેર કરી ચૂક્યા છે. કોંગ્રેસે હાલમા સુરેન્દ્રનગરની સીટ ઉપર ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં બે કોળી જ્ઞાતિના ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે એક દલિત સમાજના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે.

લીંબડી બેઠક પર કોળી જ્ઞાતિની મહિલા ઉમેદવારલીંબડીની સીટ ઉપર જોવા જઈએ તો મકવાણા પરિવારની દીકરી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કલ્પનાબેન ધોરીયા ઉર્ફે મકવાણાનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને એમને લીંબડીની સીટ ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે મેદાને ઉતાર્યા છે. લીંબડીની સીટ ઉપર કોળીની વસ્તી વધારે હોવાના કારણે હાલમાં કોંગ્રેસે આ સીટ ઉપર કોળી મહિલા ઉમેદવારને જાહેર કર્યા છે.
આ જ રીતે ચોટીલામાં કોંગ્રેસના ધારાસભ્ય પદે ગત ટર્મમાં પણ ચૂંટાઈ આવેલા એવા ઋત્વિક મકવાણાને કોંગ્રેસે પરિવાર રિપીટ કરી અને ટિકિટ ફાળવી છે. ત્યારે પાટડી દસાડા તાલુકાની અનામત વિધાનસભા સીટ પર લડવૈયા અને નાનામાં નાની અને મોટા પ્રશ્નોની રજૂઆતો અને તેના નિરાકરણ લાવવાના કારણે તેમની કોંગ્રેસના લડવૈયા નેતા તરીકેની તેની છાપ ઉપસી આવી છે. તેવા નૌસાદ સોલંકીને પાટડી દસાડા વિસ્તારમાં ટિકિટ ફાળવવામાં આવી છે. આમ હાલમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની યાદી સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફાઇનલ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...