કૉંગ્રેસમાં ગાબડું:સુરેન્દ્રનગરના ખેરવા ગામે કોંગ્રેસ અને પાસના આગેવાનો મળી 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે પાટડી તાલુકાના ખેરવા ગામે કોંગ્રેસ અને પાસના આગેવાનો મળી 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. બજાણા જિલ્લા પંચાયતની સીટ માટે લડેલા કોંગ્રેસના ઉમેદવાર સહિત પાસના આગેવાનો બહોળી સંખ્યામાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

સુરેન્દ્રનગર અનુસુચિત જાતિ મોરચાના જિલ્લા ભાજપ પ્રમુખ એન.કે.રાઠોડ, વઢવાણના ભાજપ આગેવાન ચંદ્રેશભાઇ પટેલ, ત્રિભોવનભાઇ પટેલ અને ખેરવા ગામના યુવા સરપંચ જીજ્ઞેશ રાઠોડ સહિતના ગામ આગેવાનો દ્વારા ખેરવા ગામે બજાણા જિલ્લા પંચાયતની સીટ માટે લડેલા કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઇ પટેલ સહિત પાસના આગેવાનો સાગરભાઇ પટેલ, જયેશભાઇ પટેલ અને કિશનભાઇ પટેલ સહિત કોંગ્રેસ અને પાસના આગેવાનો મળી 100થી વધુ કાર્યકરો આજે દસાડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પી.કે.પરમાર, દિલીપભાઇ પટેલ અને રણજિતસિંહ ઝાલા અને એન.કે.રાઠોડ સહિતના આગેવાનોની હાજરીમાં કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. હજી બે દિવસ અગાઉ ખારાઘોડા જિલ્લા પંચાયતના કોંગ્રેસના બે ટર્મથી ચૂંટાઇને આવતા નટુજી ઠાકોર સહિતના સેંકડો ઠાકોર સમાજના આગેવાનોએ કેન્દ્રીય મંત્રી નિરંજન સ્વામીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. અને આજે કોંગ્રેસના ગઢમાં સતત બીજા દિવસે મોટું ગાબડું પડ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...