ચૂંટણી:કોંગી આગેવાનોએ ભાજપના બેનરો બાળ્યાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં કોંગી આગેવાનોએ ભાજપના બેનર ફાડીને સળગાવ્યા હતા. - Divya Bhaskar
વઢવાણમાં કોંગી આગેવાનોએ ભાજપના બેનર ફાડીને સળગાવ્યા હતા.
  • વઢવાણ તાલુકાના ખારવા રોડ ઉપર ખેડૂતોને ડ્રોનથી ખેતી કરવાનાં બેનર ભાજપે લગાવ્યાં હતાં

વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ભાજપ, કોંગ્રેસની સાથે આપના કાર્યકરો પણ ચૂંટણીના એકસન મૂડમાં છે. ખેડૂતોના વિકાસ માટે સરકારે કેવા કામ કર્યા છે તેની જાહેરાત માટે ખારવા રોડ પર ભાજપે બેનરો માર્યા હતા. આ બેનરો કોગી આગેવાનોએ ફાડીને સળગાવતા વિવાદ સાથે રાજકીય ખેંચતાણ વધી છે.

વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 5 બેઠકો સર કરવા માટે ભાજપ, કોંગ્રેસની સાથે આપ પણ હવે મેદાનમાં આવી ગયું છે. આગોતરા આયોજન સાથે ભાજપના નેતાઓ સભાઓ ગજવીને જુદા જુદા કાર્યક્રમો આપી રહ્યા છે. સરકારે અત્યાર સુધીમાં કરેલા કામોની વિગતો પ્રજા સામે મુકીને મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યું છે.

શહેર અને ગામડાના રસ્તાઓ ઉપર ભાજપે મોટા મોટા બેનરો મારીને જોર શોરથી પ્રચાર ચાલુ કરી દીધો છે. ત્યારે વઢવાણ તાલુકાના ખારવા રોડ ઉપર ભાજપે ખેડૂતોને ડ્રોનથી ખેતી કરતા કર્યા તેવા બેનરો લગાવેલા હતા. જેને લઇને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડ સહિતના કોંગ્રેસી આગેવાનો ખારવા રોડ ઉપર પહોચી ગયા હતા અને ભાજપે લગાવેલા બેનરો ફાડીને સગળગાવ્યા હતા.

જેને લઇને વિવાદ સર્જાયો હતો. કોગી આગેવાનોનું એવું કહેવું હતું કે વઢવાણ તાલુકામાં ભાજપ સરકારની મદદથી કોઇ જગ્યાએ ડ્રોનથી ખેતી થઇ હોય તેવું બન્યું નથી. અને જો ભાજપે અહીંયા ડ્રોનથી ખેતીની સગવડતા આપી હોય તો બતાવે.આથી જે જગ્યાએ આવી સગવડતા આપી છે તે ગામોમાં આવા બેનર મારવાની માગ કરી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાએ જણાવ્યું કે બેનરો ફાડવા એ કોંગ્રેસની નબળી માનસિકતા કહેવાય. ખેડૂતો માટે ભાજપ સરકારે ખૂબ પ્રયાસ કર્યા છે. પાણી, સબસીડી સહિતના અનેક લાભો આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...