તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આપના આગેવાનો પર થયેલા હુમલાની તટસ્થ તપાસ કરાવો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી તેમજ મહેશ સવાણી સહિત આગેવાનો પર હુમલાનો બનાવ બન્યો હતો.

આથી આ બનાવ અંગે સુરેન્દ્રનગર આપ પાર્ટીના પ્રમુખ પરષોતમભાઇ મકવાણા, કમલેશભાઇ કોટેચા, મહેશ ગોલતરસહિત આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રીને સંબોધી આવેદન પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યા મુંજબ આમ આદમી પાર્ટી આગેવાનો અને કાર્યકરો પર છાશવારે હિંસક હુમલાઓ થઇ રહ્યા છે. આથી પ્રદેશ આગેવાનો અને કાર્યકરો પર થયેલા હુમલાની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ પ્રદેશ નેતાઓ અને તેમના પરિવારને પુરતી સલામતી પુરી પાડવા માંગ કરાઇ હતી. આ માંગને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો આપ પાર્ટી સરકાર સામે પ્રદર્શન કરવાની ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...