પાલિકાની કામગીરી:વઢવાણમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટરના કામોનું ખાતમુહૂર્ત

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વોર્ડ નં. 13માં 49.77 લાખ રૂપિયાની વરસાદી પાણીના નિકાલ માટે ગટર કામોનું ખાતમૂહુર્ત કરાયું. - Divya Bhaskar
વોર્ડ નં. 13માં 49.77 લાખ રૂપિયાની વરસાદી પાણીના નિકાલ માટે ગટર કામોનું ખાતમૂહુર્ત કરાયું.
  • રામેશ્વર પાર્ક, લીંબડી રોડ, વાલ્મિકી વાસ વગેરે વિસ્તારમાં કામો થશે

વઢવાણ શહેરમાં વરસાદી પાણીનો દર ચોમાસે નિકાલ ન થતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અંદાજે રૂ. 49.77 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના કામોનું સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં હવે આગામી દિવસોમાં ચોમાસાના ભણકારા વાગી રહ્યા છે. તો બીજી તરફ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા દર ચોમાસાના સમયમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ મુશ્કેલીઓ દૂર થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર 13માં રામેશ્વર પાર્ક, લીંબડી રોડ, વાલ્મિકી વાસ, માલધારી ચોક, નરશી ટેકરી વગેરે વિસ્તારમાં અંદાજે 49.77 લાખ રૂપિયાની વરસાદી પાણીના નિકાલ માટેની ગટર કામો મંજૂર થયેલા હતા. તેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, બાંધકામ ખાતાના ચેરમેન બહાદુરસિંહ સોલંકી અને વોર્ડના સદસ્ય અને સેનિટેશન ખાતાના ચેરમેન હંસાબેન હરિલાલ સોલંકી, એન્જિનિયર કે.જી.હેરમા, વોર્ડ એન્જિનિયર અને વોર્ડના રહીશોની હાજરીમાં કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની ગટરોના કામનો પ્રારંભ થતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...