ખાતમુહૂર્ત:શહેરની સોસાયટીમાં 30 લાખના ખર્ચે ગટરના કામનું ખાતમુહૂર્ત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરની સોસાયટીઓ હજુ પણ પ્રાથમિક સુવિધાના અભાવે મુશ્કેલી વેઠી રહી છે. ત્યારે 80 ફૂટ રોડ સારસ્વતનગરમાં રૂ. 30 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ગટરના કામનું ખાતમૂર્હુત કરવામાં આવતા રહીશમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

ચોમાસાના સમયમાં સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ પર આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણીને લઇને લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયગાળામાં ચાર માસ સુધી વરસાદી પાણીના ભરાવાથી લોકોમાં રોગચાળો ભય ફેલાય છે. ત્યારે શહેરના 80 ફૂટ રોડ પર આવેલા સારસ્વતનગરમાં શેરી નં. 1થી 5 અને એકતા સોસાયટીની ગલીમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાનું ખાતમૂર્હુત તા. 15 ડિસેમ્બરને બુધવારે કરાયું હતું. પરિણામે આ વિસ્તારમાં રૂ. 30 લાખના ખર્ચે ગટરો બનવાથી આગામી સમયમાં સોસાયટીના વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓ દૂર થશે. આ ખાતમૂર્હુત પ્રસંગે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના બાંધકામ સમિતીના ચેરમેન બહાદુરસિંહ સોલંકી, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા તેમજ વોર્ડના સભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...