કાર્યક્રમ:131 પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા સાથે અંજનસલાકા મહોત્સવની પૂર્ણાહુતિ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 દિવસ સુધી ગુરૂભગવંતોની નગરયાત્રા સહિત કાર્યક્રમ યોજાયા
  • વિનય વાટીકા દેરાસરજીમાં કાર્યક્રમમાં આજે CM ઉપસ્થિત રહેશે

સુરેન્દ્રનગરમાં સિમંધર સ્વામિ જીનાલયમાં 14 દિવસીય અંજનસલાકા મહોત્સવનું આયોજન કરાયુ છે.જેમાં ગુરૂપ્રવેશ, અંજનસલાકા પ્રતિષ્ઠા, નવપદપુજન, જન્મકલ્યાણક વિધાન, ગુરૂભગવંતોની નગરયાત્રા સહિત કાર્યક્રમ યોજાયા હતા. આજે તેની પુર્ણાહુતિ નિમિતે 131 પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સીએમ ઉપસ્થિત રહેશે.

સુરેન્દ્રનગરમાં સિમંધર સ્વામી જીનાલયમાં તા.3થી 16 તારીખ દરમિયાન અંજન સલાકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આથી તા.3થી દેવગૂરુ પ્રવેશ સાથે પ્રારંભ થયો હતો. ત્યારબાદ નગરપ્રવેશ સામૈયુ, વાસુપુજ્ય જીનાલયથી સિમંધર સ્વામી જીનાલય પ્રતિમાપ્રવેશ, સામુહિક ઓળી કાર્યક્રમ યોજાયા હતા.

પછી અંજનસલાકા મહોત્સવના પ્રારંભ સાથે વેદિકા સ્થાપના, વશીસ્થાનક પુજન, દેવીપટ્ટ પુજન, ચવ્વનકલ્યાણક વિધાન, જન્મકલ્યાણક વિધાન, ભગવાનનો દિક્ષાકલ્યાણક વરઘોડો કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે શુક્રવારે પરમાત્માની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ તથા ગુરૂ ભગવંતોની નગર યાત્રા યોજાઇ હતી. જેમાં દરરોજ 5થી 6 હજાર લોકોએ દર્શન લાભ લીધો હતો.

તા.15ને શનિવારે 131 ભગવાનની મુર્તિઓની દેરાસરજીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહી વર્ધમાન વિદ્યાતીર્થ વિનય વાટીકા દેરાસરજી વઢવાણમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઇઓ તથા બહેનો પણ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...