તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:હળવદમાં કોરોના ટેસ્ટ અને સારવારને લઈ ફરિયાદો ઉઠતા ધારાસભ્ય દોડતા થયા, સવારથી સાંજ સુધી ટેસ્ટ કરવા આદેશ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
હળવદમાં કોરોના ટેસ્ટ અને સારવારને લઈ ફરિયાદો ઉઠતા ધારાસભ્ય દોડતા થયા - Divya Bhaskar
હળવદમાં કોરોના ટેસ્ટ અને સારવારને લઈ ફરિયાદો ઉઠતા ધારાસભ્ય દોડતા થયા
 • પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

મોરબી જિલ્લામાં કોરોનાના હાહાકાર વચ્ચે હળવદ સિવિલ હોસ્પિટલમાં કોવીડ કેર સેન્ટરના ઠેકાણા ના હોવાની ફરિયાદોની ગંભીર નોંધ લઈ ધારાસભ્ય સાબરીયા મેદાને આવ્યા છે. નામ માત્રના કોવીડ કેર સેન્ટરમાં ચાલતા રસીકરણ કેન્દ્રને અન્યત્ર ખસેડી સરકારી હોસ્પિટલની સાથે -સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરુ કરવા ધમધમાટ શરૂ કરાવ્યો છે.

સૌથી અગત્યની બાબતમાં હળવદમાં બપોર બાદ પણ કોરોના ટેસ્ટ કરવાનું ચાલુ રાખવા આરોગ્ય વિભાગને ટારગેટ વગર તમામ દર્દીઓના ટેસ્ટ કરવા અને ગ્રામ્યકક્ષાએ પણ કોરોના ટેસ્ટ કરવા આરોગ્ય વિભાગને કડક સૂચના પાઠવી છે.

કોરોના કહેર વચ્ચે સરકારી હોસ્પિટલમાં માત્ર ટાર્ગેટ પૂરતા ટેસ્ટ કરવામાં આવતા હોય સાથે જ આવી પરિસ્થિતિ વચ્ચે પણ covid સેન્ટર ચાલુ ન થયું હોય જેને લઇ આજે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દોડતા થયા છે. ધારાસભ્ય સાબરિયાએ આજે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે મુલાકાત લઇ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર કૌશલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો ભાવિનભાઈ પટ્ટી સાથે મુલાકાત કરી હતી.

ધારાસભ્ય સાબરિયાએ જણાવ્યું હતું કે, હળવદ સરકારી હોસ્પિટલમાં અને તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટાર્ગેટ એક બાજુ છોડી તમામના ટેસ્ટિંગ કરવામાં આવે તેમજ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી ટેસ્ટિંગનું કામ ચાલુ રાખવામાં આવે સાથે હળવદ શહેરમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ટ્રેડ સેન્ટર ચાલુ કરવાનો પણ ધમધમાટ શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો